સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દાઉદ, ગોલ્યાથ સામે લડવા જાય છે

બાઇબલમાં રહેલો ખજાનો

“યુદ્ધમાં જીત તો યહોવાની જ છે”

“યુદ્ધમાં જીત તો યહોવાની જ છે”

દાઉદને યહોવા પર ભરોસો હોવાથી તે યહોવા વિશે શીખ્યા અને યહોવાએ તેમને મદદ કરી (૧શ ૧૭:૩૬, ૩૭; wp૧૬.૪ ૧૧ ¶૨-૩)

દાઉદે ગોલ્યાથની સરખામણી યહોવા સાથે કરી, પોતાની સાથે નહિ (૧શ ૧૭:૪૫-૪૭; wp૧૬.૪ ૧૧-૧૨)

યહોવાએ શક્તિશાળી દુશ્મનને મારી નાખવા દાઊદને મદદ કરી (૧શ ૧૭:૪૮-૫૦; wp૧૬.૪ ૧૨ ¶૪; પહેલા પાનનું ચિત્ર જુઓ)

ઘણી વાર આપણે મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે, સતાવણીનો સામનો કરવો કે ખરાબ આદત છોડવી. ભલે એ મુશ્કેલીઓ આપણને પહાડ જેવી મોટી લાગે, પણ યાદ રાખીએ કે સર્વશક્તિમાન યહોવા સામે એ કંઈ જ નથી.​—અયૂ ૪૨:૧, ૨.