સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
તમારા બાઇબલ વિદ્યાર્થીઓને ખરાબ આદતો છોડવાનું શીખવો
જે લોકો ખરાબ આદતો છોડી દે છે, ફક્ત તેઓ યહોવાના મિત્ર બની શકે છે. (૧પિ ૧:૧૪-૧૬) બાઇબલ વિદ્યાર્થીઓ ખરાબ આદતો છોડી દે ત્યારે તેઓના પરિવારનું ભલું થાય છે, તેઓની તંદુરસ્તી સારી રહે છે, અને પૈસા પણ બચે છે.
પોતાના બાઇબલ વિદ્યાર્થીઓને સમજાવો કે યહોવાએ કયા કયા સિદ્ધાંતો આપ્યા છે, કેમ આપ્યા છે અને એને લાગુ પાડવાથી કયા ફાયદા થાય છે. વિદ્યાર્થીઓ પોતાના વિચારોમાં ફેરફાર કરી શકે, એ માટે તેઓને મદદ કરો. એનાથી તેઓ પોતે ફેરફાર કરી શકશે. (એફે ૪:૨૨-૨૪) તેઓને ભરોસો અપાવો કે યહોવાની મદદથી તેઓ કોઈ પણ ખરાબ આદત છોડી શકે છે, પછી ભલેને એ વર્ષો જૂની હોય! (ફિલિ ૪:૧૩) તેઓને શીખવો કે ખોટું કામ કરવાનું મન થાય ત્યારે, યહોવાને પ્રાર્થના કરે. તેઓને એ સમજવા પણ મદદ કરો કે કયા સંજોગોમાં ખોટું કામ કરવાનું મન થઈ શકે. તેઓને સારાં કામો કરવાનું ઉત્તેજન આપો, જેથી તેઓ ખરાબ કામોથી દૂર રહી શકે. બાઇબલ વિદ્યાર્થીઓ યહોવાની મદદથી પોતાના જીવનમાં ફેરફાર કરે છે. એ જોઈને આપણને ખૂબ ખુશી થાય છે.
તમારા બાઇબલ વિદ્યાર્થીઓને ખરાબ આદતો છોડવાનું શીખવો વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:
-
વડીલો અને નીતાએ જેડ પર કઈ રીતે ભરોસો બતાવ્યો?
-
નીતાએ જેડને કઈ રીતે મદદ કરી?
-
જેડે કઈ રીતે યહોવાની મદદ લીધી?