યહોવાના સેવકો તરીકે આપણું જીવન
કેમ દરરોજ બાઇબલ વાંચવું જોઈએ?
ઈશ્વર પાસેથી મળતી બુદ્ધિ દાટેલા ખજાના જેવી છે. (ની ૨:૧-૬) એ બુદ્ધિને લીધે આપણે સમજી-વિચારીને વર્તી શકીએ છીએ અને સારા નિર્ણયો લઈ શકીએ છીએ. એ બુદ્ધિથી આપણું રક્ષણ થાય છે. એટલે એ “સૌથી મહત્ત્વની છે.” (ની ૪:૫-૭) બાઇબલમાંથી ખજાનાની ખોજ કરવા ઘણી મહેનત કરવી પડે છે. એ માટે આપણે “રાત-દિવસ,” એટલે કે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ. (યહો ૧:૮) રોજ બાઇબલ વાંચવા અને વાંચનને મજેદાર બનાવવા, ચાલો અમુક સૂચનો પર ધ્યાન આપીએ.
બાઇબલને પ્રેમ કરતા યુવાનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
આ યુવાનોને રોજ બાઇબલ વાંચવામાં કેવી મુશ્કેલીઓ નડતી હતી? તેઓને ક્યાંથી મદદ મળી?
-
મૅલેની
-
સેમ્યુલ
-
સેલીન
-
રાફેલો
હું કયા સમયે બાઇબલ વાંચીશ?