યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
દરરોજ આપણે કેટલાય નિર્ણયો લેવા પડે છે. દુનિયાના લોકો લાગણીમાં વહીને અથવા બીજાઓને જોઈ જોઈને નિર્ણય લે છે. (નિર્ગ ૨૩:૨; ની ૨૮:૨૬) પણ જેઓ યહોવા પર ભરોસો રાખે છે, તેઓ ‘તેમની સલાહ સ્વીકારે’ છે. તેઓ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે નિર્ણય લે છે.—ની ૩:૫, ૬.
દરેક કલમ પછી લખો કે કયા સંજોગોમાં તમને એ કલમ સારો નિર્ણય લેવા મદદ કરી શકે.
શ્રદ્ધામાં અડગ હોય તેને અનુસરો—મૂસાને અનુસરો, ફારૂનને નહિ વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:
ભાઈને બાઇબલના એક દાખલાથી સારો નિર્ણય લેવા કઈ રીતે મદદ મળી?