સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૧૧–એપ્રિલ ૪)
“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી આમંત્રણ પત્રિકાની છાપેલી કે ઇલેક્ટ્રોનિક પ્રત આપો. “આપણા વિસ્તારમાં આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના થોડા દિવસ પહેલાં એક ખાસ પ્રવચન રાખવામાં આવ્યું છે. અમે તમને એ માટે પણ આમંત્રણ આપીએ છીએ.”
રસ બતાવે તો: ઈસુના મરણને યાદ કરીએ વીડિયો બતાવો [કે ફોન અથવા ઈ-મેઈલ દ્વારા મોકલો].
ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?
પહેલી મુલાકાત (માર્ચ ૧-૧૦, એપ્રિલ ૫-૩૦)
સવાલ: તમે વાંચો છો કે હૉસ્પિટલમાં કામ કરતા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાઓને મદદ કરે છે ત્યારે, તમને કેવું લાગે છે?
શાસ્ત્રવચન: યોહ ૧૫:૧૩
ફરી મુલાકાત માટે સવાલ: કોઈકે તમને કે તમારાં સગાં-વહાલાંને જે રીતે મદદ કરી હોય, એનાથી કેવો ફાયદો થયો?
ફરી મુલાકાત
સવાલ: કોઈકે તમને કે તમારાં સગાં-વહાલાંને જે રીતે મદદ કરી હોય, એનાથી કેવો ફાયદો થયો?
શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮
ફરી મુલાકાત માટે સવાલ: શું હું તમને એક ખાસ કાર્યક્રમનું આમંત્રણ આપી શકું? એ કાર્યક્રમમાં એવી એક વ્યક્તિને યાદ કરવામાં આવશે જેમણે આપણા માટે પોતાનો જીવ આપી દીધો હતો.