બાઇબલમાં રહેલો ખજાનો
પિતાએ દીકરાને આપેલી પ્રેમાળ સલાહ
યહોવાને સારી રીતે ઓળખ (૧કા ૨૮:૯; w૦૫ ૨/૧૫ ૧૯ ¶૯)
પૂરા દિલથી યહોવાની ભક્તિ કર (૧કા ૨૮:૯; w૧૨ ૪/૧ ૨૨ ¶૧૩)
ડરીશ નહિ, યહોવા પર ભરોસો રાખ (૧કા ૨૮:૨૦; w૧૭.૦૯ ૩૨ ¶૨૦-૨૧)
દાઉદ રાજા વૃદ્ધ હતા ત્યારે તેમણે આ સલાહ પોતાના દીકરા સુલેમાનને આપી હતી. કેમ કે સુલેમાન યુવાન હતા, તેમની પાસે અનુભવ ન હતો અને તે મંદિર બાંધવાનું એક મહત્ત્વનું કામ શરૂ કરવાના હતા. દાઉદની આ સલાહમાંથી આપણે બધા અને ખાસ કરીને યુવાનો ઘણું શીખી શકે છે. કેવી રીતે?