બાઇબલમાં રહેલો ખજાનો
“મારું દિલ હંમેશાં એના પર રહેશે”
યહોવાએ મંદિરને પોતાના માટે પસંદ કર્યું (૨કા ૭:૧૧, ૧૨)
યહોવાએ કીધું કે તેમનું દિલ હંમેશાં એ મંદિર પર રહેશે. એનો મતલબ કે તે હંમેશાં ધ્યાન આપશે કે મંદિરમાં શું ચાલી રહ્યું છે (૨કા ૭:૧૬; w૦૨ ૧૧/૧૫ ૫ ¶૧)
યહોવાએ કીધું કે જો લોકો “પૂરા દિલથી” તેમના માર્ગે નહિ ચાલે તો તે મંદિરનો નાશ થવા દેશે (૨કા ૬:૧૪; ૭:૧૯-૨૧; it-2-E ૧૦૭૭-૧૦૭૮)
મંદિરના ઉદ્ઘાટન વખતે લોકોએ વિચાર્યું હશે કે તેઓનું દિલ પણ હંમેશાં એ મંદિર પર રહેશે. પણ દુઃખની વાત છે કે ધીરે ધીરે તેઓનું દિલ ફંટાઈ ગયું અને તેઓએ યહોવાની ભક્તિ છોડી દીધી.
પોતાને પૂછો: ‘હું પૂરા દિલથી યહોવાની ભક્તિ કરું છું એવું કઈ રીતે બતાવું છું?’