એપ્રિલ ૧-૭
ગીતશાસ્ત્ર ૨૩-૨૫
ગીત ૨૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “યહોવા મારા પાળક છે”
(૧૦ મિ.)
યહોવા આપણને દોરે છે (ગી ૨૩:૧-૩; w૦૫ ૧૧/૧ ૧૭ ¶૯, ૧૦)
યહોવા આપણું રક્ષણ કરે છે (ગી ૨૩:૪; w૦૫ ૧૧/૧ ૧૮-૧૯ ¶૧૩-૧૫)
યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરે છે (ગી ૨૩:૫; w૦૫ ૧૧/૧ ૧૯-૨૦ ¶૧૭, ૧૮)
જેમ એક પ્રેમાળ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંની કાળજી લે છે, તેમ યહોવા પોતાના લોકોની કાળજી લે છે.
પોતાને પૂછો: ‘યહોવાએ કઈ રીતે મારી કાળજી લીધી છે?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૨૩:૩—‘ખરો માર્ગ’ શું છે અને એ માર્ગથી ભટકી ન જવા શાનાથી મદદ મળશે? (w૧૧ ૨/૧ ૨૧ ¶૧-૩)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૨૩:૧–૨૪:૧૦ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એક વ્યક્તિ કહે છે કે તેને ચિંતા થાય છે કે લોકો પૃથ્વીને બગાડી રહ્યા છે. તેને ઉત્તેજન આપવા બાઇબલની એક કલમ બતાવો. (lmd પાઠ ૨ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. એક વ્યક્તિએ દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા લીધી છે. તેને બતાવો કે બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવામાં આવે છે. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
૬. શિષ્યો બનાવો
(૫ મિ.) lff પાઠ ૧૪ મુદ્દો ૪ (lmd પાઠ ૧૧ મુદ્દો ૩)
ગીત ૩૨
૭. આપણે અજાણ્યાઓના અવાજથી દૂર રહીએ છીએ
(૧૫ મિ.) ચર્ચા.
ઘેટાં પોતાના ઘેટાંપાળકનો અવાજ ઓળખે છે અને તેની પાછળ પાછળ જાય છે. પણ અજાણ્યાઓનો અવાજ સાંભળીને દૂર ભાગી જાય છે. (યોહ ૧૦:૫) એવી જ રીતે, આપણે આપણા પ્રેમાળ ઘેટાંપાળકો યહોવા અને ઈસુનો અવાજ સાંભળીએ છીએ અને તેઓ પર ભરોસો મૂકીએ છીએ. (ગી ૨૩:૧; યોહ ૧૦:૧૧) પણ આપણે અજાણ્યાઓનો અવાજ સાંભળતા નથી, જેઓ “કપટી વાતોથી” આપણી શ્રદ્ધા નબળી પાડવાની કોશિશ કરે છે.—૨પિ ૨:૧, ૩.
આ પૃથ્વી પર પહેલી વાર અજાણ્યાનો અવાજ ક્યારે સંભળાયો? એ વિશે ઉત્પત્તિ અધ્યાય ૩માં જોવા મળે છે. શેતાને સાપ દ્વારા હવા સાથે વાત કરી અને પોતાની ઓળખ છુપાવી. આમ, તેણે હવાને ગેરમાર્ગે દોરી. તેણે હવાના મિત્ર હોવાનો ઢોંગ કર્યો અને યહોવાએ કહેલી વાતો અને ઇરાદાને મારી-મચકોડીને જણાવ્યાં. દુઃખની વાત છે કે હવાએ શેતાનનું સાંભળ્યું. એના લીધે તેણે અને તેના કુટુંબે વેઠવું પડ્યું.
શેતાન આજે કોશિશ કરે છે કે આપણા મનમાં યહોવા અને તેમના સંગઠન વિશે શંકા ઊભી થાય. એ માટે તે તેઓ વિશે ખોટી માહિતી અને જૂઠાણાં ફેલાવે છે. તેમ જ, સાચી વાતોને મારી-મચકોડીને રજૂ કરે છે. અજાણ્યાનો અવાજ સાંભળીને આપણે તરત નાસી જવું જોઈએ. એક ઘડી માટે પણ તેઓનો અવાજ સાંભળવો ખતરનાક સાબિત થઈ શકે છે. ભલે તેઓ વિશે જાણવાની તાલાવેલી જાગે, તોપણ કાન બંધ કરી દેવા જોઈએ. હવાને ગેરમાર્ગે દોરવા શેતાને લાંબું-લચક ભાષણ આપ્યું ન હતું, બસ થોડા જ શબ્દો વાપર્યા હતા. (ઉત ૩:૧, ૪, ૫) હવે ધારો કે કોઈ ઓળખીતું તમને કહે છે કે તે તમને પ્રેમ કરે છે અને તમારું ભલું ચાહે છે. પછી તે યહોવાના સંગઠન વિશે કોઈ ખોટી માહિતી જણાવે છે. હવે તમે શું કરશો?
‘અજાણ્યાઓના અવાજથી’ દૂર રહો વીડિયો બતાવો. પછી પૂછો:
જ્યારે જેડની મમ્મીએ તેને યહોવાના સંગઠન વિશે ખોટી માહિતી જણાવી, ત્યારે તેણે શું કર્યું? એમાંથી તમે શું શીખ્યા?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૮ ¶૧-૪, પાનાં ૬૧-૬૨ પરનાં બૉક્સ