સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૨૯–મે ૫

ગીતશાસ્ત્ર ૩૪-૩૫

એપ્રિલ ૨૯–મે ૫

ગીત ૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “સર્વ સમયે યહોવાની સ્તુતિ” કરીએ

(૧૦ મિ.)

મુશ્કેલીઓનો સામનો કરતી વખતે પણ દાઉદે યહોવાની સ્તુતિ કરી (ગી ૩૪:૧; w૦૭ ૩/૧ ૨૪ ¶૧૧)

દાઉદે પોતાના લીધે નહિ, પણ યહોવાના લીધે ગર્વ કર્યો (ગી ૩૪:૨-૪; w૦૭ ૩/૧ ૨૫ ¶૧૩)

દાઉદે યહોવાની સ્તુતિ કરવા જે કહ્યું એનાથી તેમના સાથીઓની હિંમત વધી (ગી ૩૪:૫; w૦૭ ૩/૧ ૨૬ ¶૧૫)

અબીમેલેખથી બચીને દાઉદ વેરાન પ્રદેશમાં નાસી ગયા, એ પછી તેમની સાથે ૪૦૦ માણસો જોડાયા. આ એ જ માણસો હતા જેઓ શાઉલના રાજથી ખુશ ન હતા. (૧શ ૨૨:૧, ૨) એ માણસોને ધ્યાનમાં રાખીને જ કદાચ દાઉદે આ ગીત રચ્યું હતું.—ગી ૩૪, મથાળું.

પોતાને પૂછો: ‘હવે પછીની સભામાં બીજાઓ સાથે વાત કરતી વખતે હું કઈ રીતે યહોવાની સ્તુતિ કરી શકું?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૩૫:૧૯, ફૂટનોટ—દાઉદે વિનંતી કરી કે તેમના દુશ્મનો ‘આંખના મિચકારા’ ન કરે, એનો શું અર્થ થાય? (w૦૬ ૬/૧ ૫ ¶૬)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તમે ખુશખબર જણાવો એ પહેલાં વાતચીત પૂરી થઈ જાય છે. (lmd પાઠ ૧ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૨ મુદ્દો ૪)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) દૃશ્ય. ijwfq ૫૯—વિષય: યહોવાના સાક્ષીઓ કઈ રીતે નક્કી કરે છે કે કોઈ તહેવાર ઊજવવો કે નહિ? (th અભ્યાસ ૧૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૬

૭. સભાઓમાં યહોવાની સ્તુતિ કરવાની ત્રણ રીતો

(૧૫ મિ.) ચર્ચા.

સભાઓમાં યહોવાની સ્તુતિ કરવાની આપણી પાસે સરસ તક હોય છે. ચાલો એમ કરવાની ત્રણ રીતો જોઈએ.

બીજાઓ સાથે વાત કરીને: યહોવાની ભલાઈ વિશે વાત કરો. (ગી ૧૪૫:૧,) શું તમે એવું કંઈક સાંભળ્યું છે અથવા વાંચ્યું છે જેનાથી તમને હિંમત મળી હોય? શું તમને પ્રચારમાં કોઈ સારો અનુભવ થયો છે? શું કોઈના શબ્દોથી તમને ઉત્તેજન મળ્યું છે? શું કોઈએ એવું કશુંક કર્યું છે જેનાથી તમારી હિંમત વધી હોય? શું તમે સૃષ્ટિમાં એવું કંઈક જોયું છે, જે જોઈને તમે દંગ રહી ગયા હો? એ બધું યહોવા તરફથી ભેટ છે. (યાકૂ ૧:૧૭) સભાઓમાં થોડી મિનિટો વહેલા આવો, જેથી એ વિશે બીજાઓ સાથે વાત કરી શકો.

જવાબો આપીને: દરેક સભામાં ઓછામાં ઓછો એક જવાબ આપવાનો પ્રયત્ન કરો. (ગી ૨૬:૧૨) તમે સવાલનો સીધો જવાબ આપી શકો અથવા એની સાથે જોડાયેલો બીજો કોઈ મુદ્દો જણાવી શકો. તમે કલમ વિશે, ચિત્ર વિશે અથવા માહિતી કઈ રીતે લાગુ પાડવી એ વિશે પણ જણાવી શકો. બની શકે કે તમે જે સવાલનો જવાબ આપવા માંગતા હો, એ બીજાં ભાઈ-બહેનો પણ આપવા માંગતા હોય. એટલે એકથી વધારે જવાબની તૈયારી કરો. ૩૦ સેકન્ડ કે એનાથી ઓછા સમયમાં જવાબ આપો. આમ, વધારે લોકોને “ઈશ્વરની સ્તુતિ” કરવાનો મોકો આપી શકીશું, જે ‘ઈશ્વરને ચઢાવેલું અર્પણ છે.’—હિબ્રૂ ૧૩:૧૫.

ગીતો ગાઈને: પૂરા ઉત્સાહથી આપણાં ગીતો ગાઓ. (ગી ૧૪૭:૧) કદાચ તમને દરેક સભામાં જવાબ આપવાનો મોકો ન મળે, ખાસ કરીને તમે મોટા મંડળનો ભાગ હો ત્યારે. પણ તમે દરેક સભામાં ગીતો તો ચોક્કસ ગાઈ શકો છો. કદાચ તમને લાગે કે તમે સારી રીતે ગાઈ નથી શકતા. તોપણ ગીતો ગાવા તમે જે મહેનત કરશો, એનાથી યહોવા ખુશ થશે. (૨કો ૮:૧૨) સારી રીતે ગીતો ગાવા તમે ઘરે એની પ્રેક્ટિસ કરી શકો.

ઇતિહાસના ઝરૂખેથી—ગીતની ભેટ, ભાગ ૧ વીડિયો બતાવો. પછી પૂછો:

સંગઠનના શરૂઆતના દિવસોમાં આપણે કઈ રીતે બતાવી આપ્યું કે યહોવાની સ્તુતિ કરવા ગીતો ગાવા જરૂરી છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ૨૦૨૪ના મહાસંમેલનનું નવું ગીત અને પ્રાર્થના