સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૮-૧૪

ગીતશાસ્ત્ર ૨૬-૨૮

એપ્રિલ ૮-૧૪

ગીત ૨૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. પ્રમાણિક રહેવા દાઉદે શું કર્યું?

(૧૦ મિ.)

દાઉદે યહોવાને કહ્યું કે તે તેમને શુદ્ધ કરે (ગી ૨૬:૧, ૨; w૦૪ ૧૨/૧ ૧૪ ¶૮-૯)

દાઉદ ખરાબ માણસોની સંગતથી દૂર રહ્યા (ગી ૨૬:૪, ૫; w૦૪ ૧૨/૧ ૧૫ ¶૧૨-૧૩)

દાઉદને યહોવાની ભક્તિ ખૂબ પ્રિય હતી (ગી ૨૬:૮; w૦૪ ૧૨/૧ ૧૬ ¶૧૭-૧૮)



ભલે દાઉદે અમુક ભૂલો કરી હતી, તોપણ તે “પ્રમાણિક રીતે” યહોવાના માર્ગે ચાલ્યા. (૧રા ૯:૪, ફૂટનોટ) દાઉદ યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા અને પૂરા દિલથી તેમની ભક્તિ કરતા હતા. એનાથી બધા લોકો તેમની પ્રમાણિકતા જોઈ શક્યા.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૨૭:૧૦—ભલે સગાં-વહાલાં આપણો ત્યાગ કરે, પણ આ કલમથી કઈ રીતે દિલાસો મળે છે? (w૦૬ ૮/૧ ૨૦ ¶૧૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કોઈ પત્રિકાનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે તમે જે પત્રિકા આપી હોય, એના છેલ્લા પાન પર આપેલા સવાલની ચર્ચા કરો. ઘરમાલિકનું ધ્યાન jw.org પર દોરો અને વેબસાઇટ પરથી કોઈ માહિતી બતાવો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)

૬. ટૉક

(૫ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૩—વિષય: એવો સમય આવશે કે જ્યારે પ્રદૂષણ નહિ હોય અને પૃથ્વી બાગ જેવી સુંદર બની જશે. (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૪

૭. ચારિત્ર શુદ્ધ રાખવા મહેનત કરતા યુવાનો

(૧૫ મિ.) ચર્ચા.

આપણા યુવાનોએ વ્યભિચારથી દૂર રહેવા સતત લડત આપવી પડે છે. તેઓએ પાપની અસર અને યુવાનીના જોશ સામે લડવું પડે છે. આ એવો સમય છે જ્યારે જાતીય આવેગો ઘણા પ્રબળ હોય છે અને એના લીધે જે ખરું છે, એ કરવું અઘરું બની શકે છે. (રોમ ૭:૨૧; ૧કો ૭:૩૬, ફૂટનોટ) તેઓ પર વિરુદ્ધ જાતિના લોકો સાથે સેક્સ માણવાનું અને સજાતીય સંબંધો રાખવાનું દબાણ હોય છે. એ દબાણ સામે પણ તેઓએ સતત લડતા રહેવું પડે છે. (એફે ૨:૨) ચારિત્ર શુદ્ધ રાખવા મહેનત કરતા યુવાનો પર આપણને ગર્વ છે.

યુવાનીમાં થતી મૂંઝવણ—લગ્‍ન પહેલાં સેક્સના દબાણ સામે હું કઈ રીતે લડી શકું? વીડિયો બતાવો. પછી પૂછો:

  • કોરી અને કેમરીન પર કયું દબાણ હતું?

  • ચારિત્ર શુદ્ધ રાખવા તેઓને શાનાથી મદદ મળી?

  • તમારા પર એવા સંજોગો આવે ત્યારે બાઇબલના કયા સિદ્ધાંતો તમને મદદ કરી શકે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૬૦ અને પ્રાર્થના