સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૧૮-૨૪

ગીતશાસ્ત્ર ૧૯-૨૧

માર્ચ ૧૮-૨૪

ગીત ૧૫ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે”

(૧૦ મિ.)

યહોવાએ રચેલી સૃષ્ટિ તેમનું ગૌરવ જાહેર કરે છે (ગી ૧૯:૧; w૦૪ ૧/૧ ૮ ¶૧-૨)

આપણો સૂર્ય અજાયબ છે (ગી ૧૯:૪-૬; w૦૪ ૬/૧ ૧૦-૧૧ ¶૮-૧૦)

આપણે ઈશ્વરે બનાવેલી સૃષ્ટિમાંથી શીખવું જોઈએ (માથ ૬:૨૮; g૯૫ ૧૨/૮ ૨૩ ¶૧)



કુટુંબ તરીકેની ભક્તિમાં અજમાવો: સૃષ્ટિ નિહાળો અને પછી ચર્ચા કરો કે એમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૯:૭, ૧૧—યહોવાના નિયમોથી કઈ રીતે આપણું ભલું થાય છે? (w૨૨.૦૩ ૪ ¶૧૦)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા બતાવો અને વ્યક્તિને પૂછો કે શું તેને એ લેવી ગમશે. jw.org પર બતાવો કે તેના વિસ્તારની નજીકમાં સ્મરણપ્રસંગ ક્યાં થશે. (lmd પાઠ ૨ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. સ્મરણપ્રસંગમાં આવેલી એવી વ્યક્તિનું સ્વાગત કરો, જેને રૂબરૂમાં નહિ પણ ઘર આગળ આમંત્રણ પત્રિકા મળી હતી. તેના સવાલોના જવાબ આપો અથવા એના માટે બીજો કોઈ સમય નક્કી કરો. (lmd પાઠ ૩ મુદ્દો ૪)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) ટૉક. ijwfq ૪૫—વિષય: યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે? (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧

૭. શ્રદ્ધા વધારવા સૃષ્ટિમાંથી શીખો

(૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો:

સૃષ્ટિ નિહાળવાથી કઈ રીતે સર્જનહારમાં તમારી શ્રદ્ધા વધે છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૨૯ અને પ્રાર્થના