સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૪-૧૦

ગીત ૨૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “હે યહોવા, મારી ભલાઈ કરનાર તમે જ છો”

(૧૦ મિ.)

યહોવાના ભક્તો સાથે દોસ્તી કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે (ગી ૧૬:૨, ૩; w૧૮.૧૨ ૨૬ ¶૧૧)

આપણે યહોવાના મિત્ર છીએ એ વાતથી સંતોષ મળે છે (ગી ૧૬:૫, ૬; w૧૪ ૨/૧૫ ૨૯ ¶૪)

યહોવા આપણું રક્ષણ કરે છે, એટલે આપણે સલામત છીએ (ગી ૧૬:૮, ૯; w૦૮ ૨/૧ ૯ ¶૨-૩)

દાઉદની જેમ આપણા જીવનમાં સાચી ખુશી અને સંતોષ છે, કેમ કે આપણા માટે યહોવાની ભક્તિ સૌથી મહત્ત્વની છે, જે ભલું કરનાર ઈશ્વર છે.

પોતાને પૂછો: ‘યહોવાના સેવક બન્યા પહેલાંનું મારું જીવન કેવું હતું? એની સરખામણીમાં હાલનું જીવન કઈ રીતે વધારે સારું છે?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૭:૮—‘તમારી આંખની કીકી’ શબ્દો કેમ મહત્ત્વના છે? (it-2-E ૭૧૪)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૧ મિ.) ઘર ઘરનો પ્રચાર. સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા બતાવો. જો વ્યક્તિ રસ બતાવે, તો એ આપો. (th અભ્યાસ ૧૧)

૫. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા બતાવો. જો વ્યક્તિ રસ બતાવે, તો એ આપો. પછી ઈસુના મરણને યાદ કરીએ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (th અભ્યાસ ૯)

૬. વાત શરૂ કરો

(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા બતાવો. જો વ્યક્તિ રસ બતાવે, તો એ આપો. (th અભ્યાસ ૨)

૭. શિષ્યો બનાવો

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૪૮

૮. સ્મરણપ્રસંગ માટે કઈ રીતે પોતાને તૈયાર કરી શકીએ?

(૧૫ મિ.) ચર્ચા.

ઈસુની આજ્ઞા પાળીને આપણે રવિવાર, માર્ચ ૨૪ના રોજ ઈસુના મરણને યાદ કરીશું. (લૂક ૨૨:૧૯) ઈસુના બલિદાનથી જોઈ શકાય છે કે યહોવા અને ઈસુ આપણને કેટલો બધો પ્રેમ કરે છે. (યોહ ૩:૧૬; ૧૫:૧૩) આ ખાસ પ્રસંગ માટે કઈ રીતે પોતાને તૈયાર કરી શકીએ?

  • ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગ માટે લોકોને આમંત્રણ આપો. એની ઝુંબેશમાં ભાગ લેવા બનતું બધું કરો. જેઓને બોલાવવા માંગો છો, તેઓનાં નામની એક યાદી બનાવો. જો તેઓ તમારા વિસ્તારથી દૂર રહેતા હોય, તો jw.org/gu પર તપાસ કરો કે તેઓના વિસ્તારમાં સભાઓ ક્યારે અને ક્યાં થાય છે

  • માર્ચ અને એપ્રિલમાં વધારે પ્રચાર કરો. શું તમે ૧૫ કે ૩૦ કલાક પ્રચાર કરીને સહાયક પાયોનિયરીંગ કરી શકો?

  • માર્ચ ૧૮થી એ મહત્ત્વના બનાવો વિશે વાંચવાનું શરૂ કરો, જે પૃથ્વી પર ઈસુના જીવનના છેલ્લા અઠવાડિયા દરમિયાન બન્યા હતા. પાનાં ૬-૭ પર “૨૦૨૪ના સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન શેડ્યુલ” આપ્યું છે. તમે વિચારી શકો કે દરરોજ એમાંથી કેટલો ભાગ વાંચશો

  • સ્મરણપ્રસંગના દિવસે jw.org/gu પર સવારની ભક્તિનો ખાસ વીડિયો જુઓ

  • સ્મરણપ્રસંગમાં આવેલા નવા લોકો અને નિષ્ક્રિય ભાઈ-બહેનોનું પ્રેમથી સ્વાગત કરો. કાર્યક્રમ પછી તેઓના સવાલોના જવાબ આપવા તૈયાર રહો. જો તેઓને વધારે જાણવું હોય, તો તેઓને ફરી મળવાની ગોઠવણ કરો

  • સ્મરણપ્રસંગ પહેલાં અને પછી ઈસુના બલિદાન પર મનન કરો

ઈસુના મરણને યાદ કરીએ વીડિયો બતાવો. પછી પૂછો:

આપણે કઈ રીતે સ્મરણપ્રસંગની ઝુંબેશમાં આ વીડિયો વાપરી શકીએ?

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૩૭ અને પ્રાર્થના