સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૨૧-૨૭

નીતિવચનો ૧૦

એપ્રિલ ૨૧-૨૭

ગીત ૧૫૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ખરેખર ધનવાન થવા શાની જરૂર છે?

(૧૦ મિ.)

બીજાઓને યહોવા વિશે શીખવવા મહેનત કરીએ છીએ ત્યારે, આપણે ધનવાન બનીએ છીએ (ની ૧૦:૪, ૫; w૦૧ ૭/૧૫ ૨૫ ¶૧-૩)

ધનવાન હોવા કરતાં નેક હોવું વધારે જરૂરી છે (ની ૧૦:૧૫, ૧૬; w૦૧ ૯/૧૫ ૨૪ ¶૩-૪)

યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે (ની ૧૦:૨૨; it-1-E ૩૪૦)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૧૦:૨૨—યહોવા આશીર્વાદની સાથે કોઈ દુઃખ આપતા નથી, તો પછી કેમ ઈશ્વરના સેવકોએ ઘણી કસોટીઓ સહેવી પડે છે? (w૦૬ ૬/૧ ૧૮ ¶૧૮)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ જણાવે છે કે તે ભગવાનમાં નથી માનતી. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૪ મુદ્દો ૪)

૬. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને બતાવો કે તેને રસ પડે એવી માહિતી jw.org વેબસાઇટ પરથી કઈ રીતે મેળવી શકાય. (lmd પાઠ ૯ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૮

૭. કયા આશીર્વાદો ઈશ્વરના સેવકોને ધનવાન બનાવે છે?

(૭ મિ.) ચર્ચા.

આ છેલ્લા દિવસોમાં યહોવા પોતાના સેવકો પર આશીર્વાદો વરસાવી રહ્યા છે. એના લીધે આપણે તકલીફો હોવા છતાં ખુશ રહી શકીએ છીએ અને તેમની ભક્તિ કરતા રહી શકીએ છીએ. (ગી ૪:૩; ની ૧૦:૨૨) નીચે આપેલી કલમો વાંચો. પછી પૂછો કે એમાં આપેલા આશીર્વાદો કઈ રીતે આપણને ધનવાન બનાવે છે.

અમુક લોકોએ યહોવાની વધારે સેવા કરીને ખુશી મેળવી છે અને ધનવાન બન્યા છે.

યુવાનો—શાંતિ તરફ લઈ જતો માર્ગ પસંદ કરો! વીડિયો બતાવો. પછી પૂછો:

  • હાર્લી, અન્જીલ અને કાર્લીના અનુભવથી તમને શું શીખવા મળ્યું?

૮. ૨૦૨૫ સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ વિભાગ વિશે સમાચાર

(૮ મિ.) ટૉક. વીડિયો બતાવો.

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૫ અને પ્રાર્થના