સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૨૮–મે ૪

નીતિવચનો ૧૧

એપ્રિલ ૨૮–મે ૪

ગીત ૫૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. એવું ન કહો!

(૧૦ મિ.)

“પડોશીને” દુઃખ થાય એવું કંઈ ન કહો (ની ૧૧:૯; w૦૨ ૫/૧૫ ૨૬ ¶૪)

ભાગલા પાડે એવી વાતો ન કરો (ની ૧૧:૧૧; w૦૨ ૫/૧૫ ૨૭ ¶૩-૪)

ખાનગી વાતો જાહેર ન કરો (ની ૧૧:૧૨, ૧૩; w૦૨ ૫/૧૫ ૨૭ ¶૬)

મનન માટે સવાલ: લૂક ૬:૪૫માં નોંધેલા ઈસુના શબ્દો કઈ રીતે નુકસાન કરતી વાણીથી દૂર રહેવા મદદ કરે છે?

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૧૧:૧૭—દયા બતાવવાથી કઈ રીતે આપણું ભલું થાય છે? (g૨૦.૧ ૧૧, બૉક્સ)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તક મળે ત્યારે કોઈ વ્યક્તિને જણાવો કે હાલની કોઈ સભામાંથી તમે શું શીખ્યા. (lmd પાઠ ૨ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને “શીખવવાનાં સાધનો” ભાગમાંથી કોઈ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (વીડિયો બતાવશો નહિ.) (lmd પાઠ ૮ મુદ્દો ૩)

૬. શિષ્યો બનાવો

(૪ મિ.) જાહેરમાં પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો અને પછી બતાવો કે એ કઈ રીતે ચલાવવામાં આવે છે. (lmd પાઠ ૧૦ મુદ્દો ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૯

૭. શાંતિ ભંગ થાય એવી વાતોથી દૂર રહો

(૧૫ મિ.) ચર્ચા.

પાપી હોવાને લીધે આપણે ઘણી વાર બોલવામાં ભૂલો કરીએ છીએ. (યાકૂ ૩:૮) જો સમજી-વિચારીને બોલીશું તો એવું કંઈ નહિ કહીએ, જેનાથી આગળ જતાં આપણે પસ્તાવું પડે. એવી કઈ વાતો છે કે જેનાથી મંડળની શાંતિ ભંગ થઈ શકે?

  • ડંફાસ મારવી. જ્યારે કોઈ પોતાના વખાણ કરે છે, ત્યારે બીજાઓમાં હરીફાઈની અને ઈર્ષાની ભાવના પેદા થાય છે.—ની ૨૭:૨

  • જૂઠું બોલવું. એમાં સીધેસીધું જૂઠું બોલવાની સાથે જાણીજોઈને હકીકત છુપાવવાનો કે ગોળ ગોળ વાતો કરવાનો પણ સમાવેશ થાય છે. એક નાના જૂઠાણાથી પણ ભરોસો તૂટી શકે છે અને નામ ખરાબ થઈ શકે છે.—સભા ૧૦:૧

  • નિંદા કરવી. એમાં કોઈ વ્યક્તિ વિશે ખોટી વાતો કહેવાનો અથવા કોઈ વ્યક્તિની અંગત વાતો જણાવવાનો સમાવેશ થાય છે. (૧તિ ૫:૧૩) એનાથી ઝઘડા થઈ શકે અને ભાગલા પડી શકે છે

  • ગુસ્સામાં એલફેલ બોલવું. એમાં દુઃખ પહોંચાડનાર વ્યક્તિને વિચાર્યા વગર ગમે એમ બોલવાનો સમાવેશ થાય છે. (એફે ૪:૨૬) એનાથી સામેવાળી વ્યક્તિને દુઃખ પહોંચે છે.—ની ૨૯:૨૨

શાંતિ ભંગ કરે એવી બાબતો છોડી દો—ઝલક વીડિયો બતાવો. પછી પૂછો:

  • આપણી વાતો સહેલાઈથી મંડળની શાંતિ ભંગ કરી શકે છે. એ વિશે આ વીડિયોમાંથી તમે શું શીખ્યા?

કઈ રીતે મંડળમાં શાંતિ પાછી જળવાઈ એ જાણવા ‘શાંતિ રાખવા મહેનત કરો’ વીડિયો જુઓ.

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ૨૦૨૫ના મહાસંમેલનનું નવું ગીત અને પ્રાર્થના