માર્ચ ૧૭-૨૩
નીતિવચનો ૫
ગીત ૩૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. વ્યભિચારથી દૂર રહો
(૧૦ મિ.)
વ્યભિચાર એક લાલચ છે (ની ૫:૩; w૦૦ ૭/૧૫ ૨૯ ¶૨)
વ્યભિચાર કરવાથી ખરાબ પરિણામો ભોગવવાં પડે છે (ની ૫:૪, ૫; w૦૦ ૭/૧૫ ૨૯ ¶૩)
વ્યભિચારથી દૂર રહો (ની ૫:૮; w૦૦ ૭/૧૫ ૨૯ ¶૬)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ની ૫:૯—વ્યભિચાર કરવાને લીધે આપણે કઈ રીતે “માન-સન્માન” ગુમાવીએ છીએ? (w૦૦ ૭/૧૫ ૨૯ ¶૮)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ની ૫:૧-૨૩ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. ખ્રિસ્તી ન હોય એવી વ્યક્તિને સ્મરણપ્રસંગમાં આવવાનું આમંત્રણ આપો. jw.org પર બતાવો કે તેના વિસ્તારની નજીકમાં સ્મરણપ્રસંગ ક્યાં થશે. (lmd પાઠ ૬ મુદ્દો ૪)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ મુલાકાતમાં વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું ત્યારે તેને વધારે જાણવું હતું. (lmd પાઠ ૯ મુદ્દો ૫)
૬. શિષ્યો બનાવો
(૫ મિ.) lff પાઠ ૧૬ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો. જ્યારે વિદ્યાર્થી પૂછે કે શું ઈસુએ લગ્ન કર્યું હતું, ત્યારે તેને શીખવો કે સંશોધન કરીને જવાબ કઈ રીતે મેળવી શકાય. (lmd પાઠ ૧૧ મુદ્દો ૪)
ગીત ૫૨
૭. ડેટિંગ કરતી વખતે કઈ રીતે વાણી-વર્તન શુદ્ધ રાખી શકીએ?
(૧૫ મિ.) ચર્ચા.
છોકરો-છોકરી એકબીજાને પસંદ કરે અને વધારે ઓળખવા એકબીજા સાથે સમય વિતાવે, એને ડેટિંગ કહેવાય છે. સામાન્ય રીતે તેઓ એવી જગ્યાએ સમય પસાર કરે છે, જ્યાં થોડા અથવા ઘણા લોકો હોય. તેઓ અમુકને અથવા બધાને જણાવે છે. તેઓ રૂબરૂ, ફોન દ્વારા કે મૅસેજ દ્વારા વાતો કરે છે. ડેટિંગ એક મહત્ત્વનું પગલું છે. એનાથી છોકરો-છોકરી નક્કી કરી શકશે કે તેઓ લગ્ન કરશે કે નહિ. લગ્નનો વિચાર કરનાર વ્યક્તિ યુવાન કે મોટી ઉંમરના હોય શકે. સાથે સમય પસાર કરતી વખતે તેઓથી કોઈ ભૂલ ન થાય માટે કઈ વાતોનું ધ્યાન રાખી શકે?—ની ૨૨:૩.
લગ્ન માટે તૈયારી—ભાગ ૧: શું હું ડેટિંગ માટે તૈયાર છું?—ઝલક વીડિયો બતાવો. પછી પૂછો:
-
જો કોઈ વ્યક્તિ લગ્ન માટે તૈયાર ના હોય, તો તેણે કેમ ડેટિંગ ન કરવું જોઈએ? (ની ૧૩:૧૨; લૂક ૧૪:૨૮-૩૦)
-
મમ્મી-પપ્પાએ જે રીતે પોતાની દીકરીને મદદ કરી, એમાંથી તમને શું ગમ્યું?
નીતિવચનો ૨૮:૨૬ વાંચો. પછી પૂછો:
-
વ્યભિચાર તરફ દોરી જાય એવા સંજોગો ટાળવા છોકરો-છોકરી શું કરી શકે?
-
હાથ પકડવો કે ચુંબન કરવું એ લાગણી બતાવવાની અમુક રીતો છે. પણ છોકરા-છોકરીએ શા માટે પહેલેથી એની હદ નક્કી કરવી જોઈએ?
એફેસીઓ ૫:૩, ૪ વાંચો. પછી પૂછો:
-
ફોન પર કે ઑનલાઇન વાતો કરતી વખતે છોકરા-છોકરીએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૨૪ ¶૧-૬