સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માર્ચ ૩-૯

નીતિવચનો ૩

માર્ચ ૩-૯

ગીત ૪૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. બતાવી આપો કે તમને યહોવા પર ભરોસો છે

(૧૦ મિ.)

યહોવા પર ભરોસો રાખો, પોતાના પર નહિ (ની ૩:૫; ijwbv લેખ ૧૪ ¶૪-૫)

યહોવાનું માર્ગદર્શન શોધો અને પાળો. એમ કરીને બતાવી આપો કે તમને યહોવા પર ભરોસો છે (ની ૩:૬; ijwbv લેખ ૧૪ ¶૬-૭)

પોતાના પર વધુ પડતો ભરોસો ન રાખો (ની ૩:૭; w૧૩ ૮/૧૫ ૧૩ ¶૧૩)

પોતાને પૂછો: ‘શું હું જીવનના દરેક પાસામાં યહોવાનું માર્ગદર્શન શોધું છું?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૩:૩—અતૂટ પ્રેમ અને વફાદારીને ગળે બાંધવાનો અને દિલ પર લખી લેવાનો અર્થ શું થાય? (w૦૬ ૧૦/૧ ૪ ¶૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિને jw.org/gu વેબસાઇટ વિશે જણાવો અને કોન્ટેક્ટ કાર્ડ આપો. (lmd પાઠ ૩ મુદ્દો ૩)

૬. ટૉક

(૫ મિ.) w૧૧ ૩/૧ ૨૦ ૭-૧૦—વિષય: લોકો સંદેશામાં રસ ન બતાવે ત્યારે યહોવા પર ભરોસો રાખો. (th અભ્યાસ ૨૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૮

૭. બતાવી આપો કે તમને યહોવાના સંગઠન પર ભરોસો છે

(૧૫ મિ.) ચર્ચા.

જ્યારે બાઇબલમાંથી કોઈ માર્ગદર્શન આપવામાં આવે, ત્યારે એના પર ભરોસો કરવો સહેલું લાગે. પણ જ્યારે આપણા જેવા ભૂલભરેલા કોઈ ભાઈ તરફથી માર્ગદર્શન મળે, જે સંગઠનમાં આગેવાની લે છે, ત્યારે એના પર ભરોસો કરવો મુશ્કેલ લાગી શકે. ખાસ કરીને જ્યારે એ માર્ગદર્શન આપણને સમજાય નહિ અથવા યોગ્ય ન લાગે, ત્યારે એ પાળવું વધારે અઘરું લાગે.

માલાખી ૨:૭ વાંચો. પછી પૂછો:

  • યહોવા પોતાના લોકોને માર્ગદર્શન આપવા પાપી માણસોનો ઉપયોગ કરે છે, એ જાણીને આપણને કેમ નવાઈ નથી લાગતી?

માથ્થી ૨૪:૪૫ વાંચો. પછી પૂછો:

  • યહોવાના સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પર આપણે કેમ ભરોસો કરી શકીએ?

હિબ્રૂઓ ૧૩:૧૭ વાંચો. પછી પૂછો:

  • યહોવાએ જવાબદારી સોંપી છે એવા ભાઈઓના નિર્ણયોને કેમ ટેકો આપવો જોઈએ?

૨૦૨૧ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૯—ઝલક વીડિયો બતાવો. પછી પૂછો:

  • મહામારી વખતે મળેલા માર્ગદર્શનથી યહોવાના સંગઠન પર તમારો ભરોસો કઈ રીતે વધ્યો?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૪૨ અને પ્રાર્થના