સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

નવા લોકોને પ્રેમથી આવકારીએ

નવા લોકોને પ્રેમથી આવકારીએ

માર્ચ ૨૩ના રોજ આશરે ૧.૨ કરોડથી વધારે લોકો સ્મરણપ્રસંગમાં આવશે એવી આશા છે. ઈસુની કુરબાની દ્વારા યહોવાએ આપેલી ભેટ અને ભાવિમાં મળનાર આશીર્વાદો વિશે વક્તા જણાવશે ત્યારે, લોકોને કેવી જોરદાર સાક્ષી મળશે! (યશા ૧૧:૬-૯; ૩૫:૫, ૬; ૬૫:૨૧-૨૩; યોહ ૩:૧૬) જોકે, લોકોને સાક્ષી આપવાની તક ફક્ત ટૉક આપનાર ભાઈની નથી. પણ, આપણા દરેક પાસે નવા લોકોને પ્રેમથી આવકારવાની તક છે. (રોમ ૧૫:૭) ચાલો, એ વિશે અમુક સૂચનો જોઈએ.

  • હૉલમાં જગ્યા શોધીને બેસી જવાને બદલે નવા લોકો અને ભક્તિમાં ઠંડા પડી ગયેલા લોકો સાથે વાત કરો. પ્રેમભર્યા સ્મિતથી તેઓને આવકારો

  • તમારા આમંત્રિત મહેમાનોને ખાસ ધ્યાન આપવાની સાથે સાથે બીજા નવા લોકોનું પણ ધ્યાન રાખી શકો. તેઓને સાથે બેસાડી શકો. તેમ જ, તમારાં બાઇબલ અને ગીત પુસ્તિકામાંથી બતાવી શકો

  • ટૉક પછી તેમના સવાલોના જવાબ આપવા તૈયાર રહો. જો વાત કરવા પૂરતો સમય ન મળે કારણ કે બીજું મંડળ એ હૉલ વાપરવાનું છે, તો થોડા જ દિવસોમાં એ વ્યક્તિને મળવાની ગોઠવણ કરો. જો તમારી પાસે તેમનું કોઈ નામ-સરનામું ન હોય, તો તમે આમ કહી શકો: ‘આ પ્રસંગ વિશે તમને કેવું લાગ્યું એ મને જાણવું ગમશે. હું તમને કઈ રીતે મળી શકું?’