સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરીએ

કેમ મહત્ત્વનું: સભા પુસ્તિકામાં આપવામાં આવેલી “રજૂઆતની એક રીત” આપણને ઘણી મદદ કરે છે. છતાં, એ તો ફક્ત એક રીત છે. તમારે એને પોતાના શબ્દોમાં તૈયાર કરવાની જરૂર છે. તમે ચાહો તો, અલગ રીત અપનાવી શકો અથવા તમારા વિસ્તારને અનુરૂપ બીજો કોઈ વિષય પસંદ કરી શકો. એમ હોય તો, પહેલા આખી પત્રિકા વાંચો, “રજૂઆતની એક રીત” પર નજર નાખો અને છેલ્લે એનો વીડિયો જોઈ લો. પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવા નીચે આપેલાં સૂચનો પ્રમાણે કરી શકો. યાદ રાખો કે, ઘરમાલિકને રસ છે કે નહિ એ જાણ્યા પછી જ કલમ વાંચવી અથવા સાહિત્ય આપવું—km ૨⁄૦૮ પાન ૧૦.

કઈ રીતે કરી શકીએ:

આ સવાલનો વિચાર કરો: ‘શું મારે “રજૂઆતની એક રીત”માંથી કોઈ એકનો ઉપયોગ કરવો છે?’

હા

  • શરૂઆત કેવી રીતે કરશો એની તૈયારી કરો. ‘કેમ છો’ કહ્યા પછી તમારા આવવાનું કારણ ટૂંકમાં જણાવો. (દાખલા તરીકે: “હું આવ્યો છું કેમ કે. . .”)

  • સવાલ પૂછ્યા પછી કલમ બતાવવા શું કહેશો. એ જ રીતે, કલમ બતાવ્યા પછી સાહિત્ય આપવા શું કહેશો, એનો વિચાર કરો. (દાખલા તરીકે: કલમ વાંચતા પહેલાં તમે કદાચ આમ કહી શકો: “એ સવાલનો સંતોષકારક જવાબ અહીં જોવા મળે છે.”)

ના

  • તમને પસંદ પડે અથવા તમારા વિસ્તારમાં લાગુ પડે એવો કોઈ મુદ્દો પત્રિકામાંથી પસંદ કરો

  • ઘરમાલિક મૂંઝાઈ ન જાય પણ તેને વિચારવા અને વાત કરવા પ્રેરે એવો સવાલ પસંદ કરો. (દાખલા તરીકે: પત્રિકા ઉપર આપેલો સવાલ.)

  • વાંચવા માટે એક કલમ પસંદ કરો

  • આ પત્રિકા વાંચવાથી ઘરમાલિકને કઈ રીતે ફાયદો થશે એ સમજાવવા એક-બે વાક્ય વિચારી રાખો

કોઈ પણ કિસ્સામાં

  • ફરી મુલાકાત માટે કયો સવાલ છોડી જશો એનો વિચાર કરો

  • ફરી મળીને તમે જે કહેવાના છો એને યાદ રાખવા નોંધ લો