સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ભગવાનનું સાંભળો—કઈ રીતે વાપરવી

ભગવાનનું સાંભળો—કઈ રીતે વાપરવી

ભગવાનનું સાંભળો પુસ્તિકા એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓને વાંચતા આવડતું નથી. એ પુસ્તિકા ચિત્રો દ્વારા બાઇબલનું મૂળ સત્ય શીખવે છે. દરેક પાઠમાં બે પાન છે. એમાં આપેલાં ચિત્રો બહુ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યાં છે. તેમ જ, એક ચિત્રથી બીજા ચિત્ર તરફ લઈ જવા માટે તીરનું નિશાન આપવામાં આવ્યું છે.

ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાં ભગવાનનું સાંભળો પુસ્તિકા જેવા જ ચિત્રો આપવામાં આવ્યાં છે. આ પુસ્તિકામાં થોડું વધારે લખાણ છે. થોડું ઘણું પણ વાંચી શકતા હોય એવા વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી શકે છે. અમુક પ્રકાશકો પોતાની પાસે એની કોપી રાખે છે અને વિદ્યાર્થીને ભગવાનનું સાંભળો આપે છે. ઘણાં પાનાઓ ઉપર એક બૉક્સ આપેલું છે, જેમાં વધારે માહિતી આપી છે. અભ્યાસ કરતી વ્યક્તિની ક્ષમતા ધ્યાનમાં રાખીને તેની સાથે એની ચર્ચા કરી શકાય.

મહિનાની ઑફર ન હોય તોપણ, તમે આ બંને પુસ્તિકા ઘરમાલિકને આપી શકો. અભ્યાસ દરમિયાન બાઇબલનો અહેવાલ સમજાવવા ચિત્રોનો ઉપયોગ કરો. વિદ્યાર્થીને સવાલો પૂછો અને તે સમજ્યો છે કે નહિ એની ખાતરી કરો. દરેક પાનને અંતે આપેલી કલમો વાંચો અને એની ચર્ચા કરો. આ પુસ્તિકા પૂરી થયા પછી તમે વિદ્યાર્થી જોડે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી અભ્યાસ કરી શકો. એનાથી વિદ્યાર્થીને બાપ્તિસ્મા સુધી પ્રગતિ કરવા મદદ મળશે.