સ્લોવેનિયામાં સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપવામાં આવે છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા માર્ચ ૨૦૧૮

વાતચીતની એક રીત

સ્મરણપ્રસંગ માટેની આમંત્રણ પત્રિકાને આધારે વાતચીત અને સવાલો: ઈસુ શા માટે મરણ પામ્યા? ઈસુની કુરબાનીથી આપણા માટે શું શક્ય બન્યું છે?

બાઇબલમાં રહેલો ખજાનો

“જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ”

શું આપણી ભક્તિનો મુખ્ય હેતુ લોકોની વાહવાહ મેળવવાનો છે? નમ્ર ઈશ્વરભક્ત ભક્તિને લગતા એવાં કામો કરશે જે લોકોની નજરમાં આવતા નથી, પણ યહોવા એને જોઈ શકે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

સૌથી મહત્ત્વની બે આજ્ઞાઓ પાળો

ઈસુએ શાસ્ત્રની કઈ બે આજ્ઞાઓને સૌથી મોટી કહી? કઈ રીતે બતાવી શકીએ કે આપણે એ આજ્ઞા પાળીએ છીએ?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈશ્વર અને પડોશી પ્રત્યેનો પ્રેમ કઈ રીતે કેળવી શકીએ?

યહોવા અને પડોશી પ્રત્યે પ્રેમ કેળવીએ. પ્રેમ કેળવવાની એક સૌથી મહત્ત્વની રીત છે કે દરરોજ બાઇબલ વાંચીએ.

બાઇબલમાં રહેલો ખજાનો

છેલ્લા દિવસોમાં યહોવાની ભક્તિમાં સજાગ રહો

મોટાભાગના લોકો માટે રોજબરોજની ચિંતાઓ એટલી મહત્ત્વની બની ગઈ છે કે ઈશ્વરની ભક્તિ માટે સમય જ નથી. દુનિયાના લોકો કરતાં કઈ રીતે ઈશ્વરભક્તો અલગ તરી આવે છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

દુષ્ટ દુનિયાનો અંત નજીક આવી ગયો છે

ઈસુના શબ્દો કઈ રીતે સ્પષ્ટ કરે છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ? આ અને બીજા સવાલોના જવાબ આ વીડિયોમાં આપ્યા છે: ‘દુષ્ટ દુનિયાનો અંત નજીક આવી ગયો છે.’

બાઇબલમાં રહેલો ખજાનો

“જાગતા રહો”

દસ કન્યાના દૃષ્ટાંતમાં વરરાજા, સમજદાર કન્યા અને મૂર્ખ કન્યા કોને દર્શાવે છે? એ દૃષ્ટાંતમાંથી તમને કયો બોધપાઠ શીખવા મળ્યો?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—વિદ્યાર્થીને તૈયારી કરતા શીખવીએ

શરૂઆતથી જ આપણે બાઇબલ વિદ્યાર્થીને અભ્યાસ માટે તૈયારી કરવાની ટેવ કેળવવા મદદ કરવી જોઈએ. એવું કઈ રીતે કરી શકાય?