સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૫

“જાગતા રહો”

“જાગતા રહો”

૨૫:૧-૧૨

ઈસુએ આપેલું દસ કન્યાનું દૃષ્ટાંત અભિષિક્તો માટે છે, છતાં એનો બોધપાઠ બધા ખ્રિસ્તીઓને લાગુ પડે છે. (w૧૫ ૩/૧૫ ૧૨-૧૬) “તેથી, જાગતા રહો, કેમ કે તમે એ દિવસ કે એ ઘડી જાણતા નથી.” (માથ ૨૫:૧૩) ઈસુએ આપેલું દૃષ્ટાંત શું તમે સમજાવી શકો?

  • વરરાજા (કલમ ૧)—ઈસુ

  • સમજદાર કન્યાઓ તૈયાર હતી (કલમ ૨)—અભિષિક્તો પોતાની સોંપણી પૂરી વફાદારીથી નિભાવવા તૈયાર છે અને અંત સુધી જ્યોતિઓની જેમ પ્રકાશતા રહે છે (ફિલિ ૨:૧૫)

  • પોકાર સંભળાયો: “વરરાજા આવે છે!” (કલમ ૬)—ઈસુની હાજરીનો પુરાવો

  • મૂર્ખ કન્યાઓ (કલમ ૮)—એવા અભિષિક્તો જેઓ વરરાજાને મળવા જાય છે પણ જાગતા ન રહ્યા અને બેવફા બને છે

  • સમજદાર કન્યાઓએ તેલ આપવાની ના પાડી (કલમ ૯)—આખરી મુદ્રા થઈ ગયા પછી વફાદાર અભિષિક્તો બેવફા બનેલા અભિષિક્તોને કોઈ પણ રીતે મદદ નહિ કરી શકે

  • “વરરાજા આવી પહોંચ્યો” (કલમ ૧૦)—મોટી વિપત્તિના અંતિમ ભાગમાં ઈસુ ન્યાય કરવા આવે છે

  • સમજદાર કન્યાઓ વરરાજા સાથે લગ્નની મિજબાનીમાં ગઈ અને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો (કલમ ૧૦)—ઈસુ વફાદાર અભિષિક્તોને સ્વર્ગમાં એકઠા કરે છે, પણ બેવફા અભિષિક્તોને સ્વર્ગનું ઈનામ નહિ મળે