સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પત્રનો નમૂનો

પત્રનો નમૂનો
  • પત્ર લખો ત્યારે, તમારા ઘરનું સરનામું લખો. એ આપવું બરાબર ન લાગતું હોય તો, વડીલોની રજા લઈને પ્રાર્થનાઘરનું સરનામું લખી શકો. પણ, વ્યક્તિ સંપર્ક કરી શકે માટે શાખા કચેરીનું સરનામું ક્યારેય લખશો નહિ.

  • તમને વ્યક્તિનું નામ ખબર હોય તો એ નામ વાપરીને લખો. એનાથી તેઓને ખબર પડશે કે આ કોઈ જાહેરાત નથી.

  • ભાષાના નિયમો કે વ્યાકરણનું ધ્યાન રાખો. ગીચોગીચ નહિ, પણ સાફ સાફ વંચાય એવું લખો. જો હાથથી લખતા હોવ તો, સહેલાઈથી વાંચી શકાય એવું લખો. આપણો પત્ર કોઈ સાહેબને લખતા હોય એવો નહિ, પણ સાદો હોવો જોઈએ. એટલો પણ સાદો નહિ, જેમાં મસ્તી-મજાક હોય.

અહીં આપેલા પત્રના નમૂનામાં એ બધી વાતો ધ્યાનમાં લીધી છે. પણ એનો અર્થ એ નથી કે તમે દર વખતે બેઠો આ જ પત્ર લખો. તમારા વિસ્તાર અને સંજોગોને ધ્યાનમાં લઈને યોગ્ય ફેરફાર કરો અને પોતાના શબ્દોમાં લખો.