“થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે”
પસ્તાવો ન કરનાર વ્યક્તિને બહિષ્કૃત કરવી, એક પ્રેમાળ ગોઠવણ છે. ખરું કે એનાથી સગાંઓ કે મિત્રોને ઘણું દુઃખ થાય છે.
પણ આ ગોઠવણમાં પ્રેમ દેખાઈ આવે છે. કોના માટે?
-
યહોવા માટે. એનાથી તેમના પવિત્ર નામને મહિમા મળે છે.—૧પી ૧:૧૫, ૧૬
-
મંડળ માટે. એનાથી મંડળનું ખરાબ અસરોથી રક્ષણ થાય છે.—૧કો ૫:૬
-
ખોટું કરનાર વ્યક્તિ માટે. એનાથી એ વ્યક્તિને હોંશમાં આવવા અને પસ્તાવો કરવા મદદ મળે છે.—હિબ્રૂ ૧૨:૧૧
કોઈ બહિષ્કૃત થયું હોય તો, યહોવાને ભજતા તેમના કુટુંબને તમે કેવી મદદ કરી શકો?