સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

વીડિયો બતાવીને બાઇબલ વિદ્યાર્થીને શીખવો

વીડિયો બતાવીને બાઇબલ વિદ્યાર્થીને શીખવો

વીડિયો, ચિત્રો અથવા કોઈ વસ્તુ બતાવીને શીખવવામાં આવે તો એ જલદી યાદ રહી જાય છે. એ સમજવું પણ સહેલું હોય છે. આપણા મહાન સર્જનહાર યહોવાએ મહત્ત્વની વાતો શીખવવા એવી જ રીત વાપરી હતી. (ઉત ૧૫:૫; યિર્મે ૧૮:૧-૬) મહાન શિક્ષક ઈસુએ પણ શીખવવા માટે એવી રીતો વાપરી હતી. (માથ ૧૮:૨-૬; ૨૨:૧૯-૨૧) થોડાં વર્ષોથી એમાંની એક રીતથી ઘણો લાભ થયો છે. એ છે, વીડિયો. બાઇબલ વિદ્યાર્થીને શીખવતી વખતે શું તમે વીડિયોનો ઉપયોગ કરો છો?

ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકામાંથી સહેલાઈથી શીખવવા માટે ૧૦ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. એ પુસ્તિકામાં ઘાટા અક્ષરોમાં અનેક સવાલો છે. મોટાભાગે એ જ સવાલો પરથી વીડિયોનો વિષય પસંદ કરવામાં આવ્યો છે. આપણી વેબસાઈટ પર આ પુસ્તિકામાં દરેક વીડિયોની લિંક આપી છે. એનાથી ખ્યાલ આવશે કે વીડિયો ક્યારે બતાવવો. એ ઉપરાંત શીખવવાનાં સાધનો વિભાગમાં બીજા અનેક વીડિયો પણ છે, જે બીજાં પુસ્તક-પુસ્તિકાઓમાંથી શીખવતી વખતે બતાવી શકાય.

શું તમે બાઇબલના એવા કોઈ વિષય પર ચર્ચા કરી રહ્યા છો, જે વિદ્યાર્થી સહેલાઈથી સમજી શકતો ન હોય? અથવા, શું તમારો વિદ્યાર્થી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે? એવું હોય તો, jw.org® અથવા JW બ્રૉડકાસ્ટિંગ પર એને લગતો યોગ્ય વીડિયો શોધો. એનાથી તેમને મદદ મળશે. શક્ય હોય તો, તમે અને તમારા વિદ્યાર્થી એ વીડિયો સાથે જુઓ અને પછી એના પર ચર્ચા કરો.

દર મહિને નવા નવા વીડિયો બહાર પડે છે. તમે એ જુઓ ત્યારે, વિચારી શકો કે કઈ રીતે બીજાઓને શીખવવામાં એ ઉપયોગી બનશે.