યાકૂબ લગ્ન કરે છે
યાકૂબ અગાઉથી જાણતા ન હતા કે લગ્ન પછી તેમણે તકલીફો સહેવી પડશે. રાહેલ અને લેઆહ એકબીજાની અદેખાઈ કરતી હતી. (ઉત ૨૯:૩૨; ૩૦:૧, ૮) તેમ છતાં, યાકૂબ જોઈ શક્યા કે યહોવા તેમને સાથ આપી રહ્યા છે. (ઉત ૩૦:૨૯, ૩૦, ૪૩) સમય જતાં, તેમના વંશજોથી ઇઝરાયેલી પ્રજા બની.—રૂથ ૪:૧૧.
આપણા સમયમાં જેઓ લગ્ન કરવા ચાહે છે, તેઓએ તકલીફોનો સામનો કરવો પડશે. (૧કો ૭:૨૮) પરંતુ, યહોવા પર ભરોસો રાખવાથી અને બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી તેઓનું લગ્નજીવન સુખી થઈ શકે છે. વધુમાં, તેઓને જીવનમાં ખુશી મળે છે.—નીતિ ૩:૫, ૬; એફે ૫:૩૩.