સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

હું કોને આમંત્રણ આપીશ?

હું કોને આમંત્રણ આપીશ?

દર વર્ષે આપણા પ્રચારવિસ્તારના લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવા આપણે ઘણી મહેનત કરીએ છીએ. એમાંના મોટા ભાગના લોકોને આપણે ઓળખતા નથી. પરંતુ જેઓને આપણે ઓળખીએ છીએ, તેઓને પણ આમંત્રણ આપવું જોઈએ. ઓળખીતાઓ પાસેથી આમંત્રણ મળે ત્યારે ઘણા લોકોને એમાં જવાનું ગમે છે. (yb૦૮-E ૧૧ ¶૩; ૧૪ ¶૧) તમે કોને કોને આમંત્રણ આપી શકો?

  • સગાઓ

  • સાથે કામ કરનારા કે ભણનારા લોકો

  • પડોશીઓ

  • ફરી મુલાકાતો તેમજ પહેલાંના અને હમણાંના બાઇબલ અભ્યાસો

વડીલો એવાં ભાઈ-બહેનોને આમંત્રણ આપશે, જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે અથવા સભાઓમાં આવતા નથી. જો તમારા ઓળખીતા તમારા વિસ્તારમાં રહેતા ન હોય ત્યારે શું? તેઓના વિસ્તારમાં થનાર સ્મરણપ્રસંગની જગ્યા અને સમય શોધવા jw.orgના મુખ્ય પેજ પર જાઓ, “અમારા વિશે” વિભાગ પર જાઓ અને “સ્મરણપ્રસંગ” પર ક્લિક કરો. આ વર્ષના સ્મરણપ્રસંગની તૈયારી કરો ત્યારે, વિચારજો કે તમે કોને કોને બોલાવવા માંગો છો અને પછી પોતે તેઓને આમંત્રણ આપી શકો.