સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

દારૂનો ઉપયોગ સમજી-વિચારીને કરીએ

દારૂનો ઉપયોગ સમજી-વિચારીને કરીએ

દરેક ઈશ્વરભક્તે દારૂ પીવામાં સમજદારી રાખવી જોઈએ. (ની ૨૩:૨૦, ૨૯-૩૫; ૧કો ૬:૯, ૧૦) તમને દારૂ પીવાનું મન થાય તો તમે પી શકો, પણ વધારે પડતો નહિ. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એના બંધાણી ના બની જઈએ અને બીજાને ઠોકર ના લાગે. આપણે કોઈને દારૂ પીવાનું દબાણ ન કરવું જોઈએ, ખાસ કરીને યુવાનોને.—૧કો ૧૦:૨૩, ૨૪; ૧તિ ૫:૨૩.

દારૂની મજા, બગાડે તમારી દશા વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • દારૂ પીવાની બાબતમાં દરેક ઈશ્વરભક્તે શા માટે સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ?—રોમ ૧૩:૧-૪

  • જો કોઈ આપણને દારૂ પીવાનું દબાણ કરે તો આપણે શા માટે ના પાડવી જોઈએ?—રોમ ૬:૧૬

  • દારૂના ફાંદામાંથી બચવા આપણે શું કરવું જોઈએ?