સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
ઉત્સાહથી શીખવો
આપણે ઉત્સાહથી શીખવીશું તો સાંભળનારમાં પણ ઉત્સાહ જાગશે અને તેમને આપણી વાત સાંભળવી ગમશે. તે સમજી શકશે કે આપણો સંદેશો કેટલો મહત્ત્વનો છે. ભલે આપણી ભાષા કે સમાજ અલગ હોય અથવા આપણો સ્વભાવ શરમાળ હોય, તોપણ શીખવતી વખતે ઉત્સાહથી શીખવવું જોઈએ. (રોમ ૧૨:૧૧) કઈ રીતે?
પહેલું, આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણો સંદેશો ખૂબ મહત્ત્વનો છે. લોકોને જણાવવા માટે આપણી પાસે ખુશખબર છે. (રોમ ૧૦:૧૫) બીજું, આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે તેઓને જે શીખવીએ છીએ એનાથી તેઓને ખૂબ ફાયદો થશે. (રોમ ૧૦:૧૩, ૧૪) તેઓ એ સંદેશો જાણે એ ખૂબ જરૂરી છે.
શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઉત્સાહથી શીખવો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
નીતાનો ઉત્સાહ કેમ ઠંડો પડી ગયો?
-
નીતામાં ફરી ઉત્સાહ કઈ રીતે જાગ્યો?
-
આપણે કેમ સાંભળનારના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ?
-
આપણા ઉત્સાહની વિદ્યાર્થીઓ અને બીજાઓ પર કેવી અસર પડશે?