સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો

ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો

ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો

ફરી મુલાકાત કરતા હોઈએ કે બાઇબલ અભ્યાસ ચલાવતા હોઈએ, આપણે એવી રીતે બોલીએ કે સાંભળનાર મુખ્ય મુદ્દો સમજી શકે. સારું ઉદાહરણ વાપરીએ જેથી મુખ્ય મુદ્દો વ્યક્તિના દિલમાં ઊતરી જાય અને યાદ રહી જાય.

ફરી મુલાકાત કે બાઇબલ અભ્યાસની તૈયારી કરતી વખતે નાની નાની વિગતો પર ધ્યાન આપવાને બદલે મુખ્ય મુદ્દો પારખીએ. એ વિશે યોગ્ય ઉદાહરણ આપીને સમજાવીએ. રોજિંદા જીવનમાં લાગુ પડે એવા ઉદાહરણો વાપરીએ. (માથ ૫:૧૪-૧૬; માર્ક ૨:૨૧; લૂક ૧૪:૭-૧૧) વ્યક્તિના સંજોગો અને તેને શામાં રસ છે એ ધ્યાનમાં રાખીને ઉદાહરણો વાપરીએ. (લૂક ૫:૨-૧૧; યોહ ૪:૭-૧૫) વ્યક્તિ મુખ્ય મુદ્દો સમજી હશે તો તેના ચહેરા પર દેખાઈ આવશે અને એનાથી આપણને ખુશી થશે.

શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • આપણે શા માટે વિદ્યાર્થીને કલમ સારી રીતે સમજાવવી જોઈએ?

  • રોમનો ૫:૧૨ સમજાવવા નીતાએ કયું ઉદાહરણ વાપર્યું?

  • યોગ્ય ઉદાહરણો દિલમાં ઊતરી જાય છે

    યોગ્ય ઉદાહરણ વાપરવાથી સાંભળનાર પર કેવી અસર પડશે?

  • સંગઠને આપેલા શીખવવાનાં સાધનો અને વીડિયોનો સેવાકાર્યમાં શા માટે ઉપયોગ કરવો જોઈએ?