યહોવાના સેવકો તરીકે આપણું જીવન
દુષ્ટ જગતના ‘છેલ્લા દિવસોમાંથી’ પસાર થવા તૈયાર રહીએ
આપણે ‘છેલ્લા દિવસોના’ છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ. એટલે મુશ્કેલીઓ તો આવશે જ. (૨તિ ૩:૧; માથ ૨૪:૮ અભ્યાસ માહિતી, nwtsty) કુદરતી આફતો વિશે સંગઠન આપણને માર્ગદર્શન આપે છે કે જીવ બચાવવા આપણે શું કરવું જોઈએ? જો આપણે અત્યારે સંગઠનનું કહેવું માનીશું, તો જ્યારે આવી આફતો આવશે ત્યારે આપણું જીવન બચાવી શકીશું. એટલે આપણે અત્યારથી જ યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવો જોઈએ અને જરૂરી પગલાં ભરવાં જોઈએ.—લૂક ૧૬:૧૦.
-
યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત કરીએ: એ માટે મહેનત કરીએ. પ્રચારની અલગ-અલગ રીતો શીખીએ. જો ભાઈ-બહેનોથી છૂટા પડી જઈએ તો ગભરાઈએ નહિ. યાદ રાખીએ કે યહોવા અને ઈસુ તો હંમેશાં આપણી સાથે હોય છે. (યશા ૩૦:૧૫)—od ૧૬૨-૧૬૩ ¶૧૫-૧૭
-
જરૂરી પગલાં ભરીએ. ઇમરજન્સી બેગ તૈયાર રાખીએ. એમાં જરૂરી સામાન રાખીએ. જેમ કે જલદી ન બગડે એવું ખાવાનું, પાણી, દવાઓ અને બીજી જરૂરી ચીજવસ્તુઓ. અચાનક મુશ્કેલી આવી પડે અને બીજી જગ્યાએ રોકાવું પડે ત્યારે એ કામ આવશે.—ની ૨૨:૩; g૧૭.૫-HI ૪, ૬
કુદરતી આફતોનો સામનો કરવા શું તમે તૈયાર છો? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
કુદરતી આફતો વખતે આપણી શ્રદ્ધા ટકી રહે માટે શું કરવું જોઈએ?
-
આપણે શા માટે . . .
-
વડીલોનાં સંપર્કમાં રહેવું જોઈએ?
-
ઇમરજન્સી બેગ તૈયાર રાખવી જોઈએ?
-
કુટુંબમાં ચર્ચા કરવી જોઈએ કે કેવી આફતો આવી શકે અને એ સમયે શું કરવું જોઈએ?
-
-
આફતોનો ભોગ બનેલા લોકોને કઈ ત્રણ રીતોએ મદદ કરી શકીએ?
પોતાને પૂછો: ‘કોવિડ-૧૯ મહામારીથી મને શું શીખવા મળ્યું? કોઈપણ આફતનો સામનો કરવા હું કઈ રીતે પહેલેથી તૈયાર રહીશ?’