યહોવાના સેવકો તરીકે આપણું જીવન
આપણી ઇચ્છાઓ પર કાબૂ રાખીએ
આપણે પાપી છીએ, એટલે આપણી ઇચ્છાઓ પર કાબૂ રાખવા સતત મહેનત કરવી પડે છે. જો આપણી ઇચ્છાઓ પર કાબૂ નહિ રાખીએ અને મન ફાવે એમ કરીશું, તો યહોવાની કૃપા ગુમાવી દઈશું. અમુક લોકો માટે ખાવા-પીવાની વસ્તુઓ, કપડાં અને મકાન જ મહત્ત્વના હોય છે. તેઓ ઈશ્વર કરતાં એ બધી બાબતોને વધારે મહત્ત્વની ગણે છે. અમુક લોકો ઈશ્વરનાં ધોરણોને ગણકારતા નથી અને પોતાની જાતીય ઇચ્છાઓને ખોટી રીતે પૂરી કરે છે. (રોમ ૧:૨૬, ૨૭) અરે અમુક લોકો એવા પણ છે જેઓ ચાહે છે કે બીજાઓ તેમને પસંદ કરે, એટલે તેઓની વાતમાં આવી જઈને ખોટાં કામ કરી બેસે છે.—નિર્ગ ૨૩:૨.
આપણે કઈ રીતે ઇચ્છાઓ પર કાબૂ રાખી શકીએ? યહોવા ખુશ થાય એવી વાતો પર ધ્યાન આપીએ. (માથ ૪:૪) આપણી ઇચ્છાઓ પર કાબૂ રાખી શકીએ એ માટે તેમને વિનંતી કરીએ. શા માટે? કેમ કે યહોવા સારી રીતે જાણે છે કે આપણું ભલું શામાં છે. તેમની મરજી પ્રમાણે હોય એવી આપણી બધી ઇચ્છાઓ તે પૂરી કરી શકે છે.—ગી ૧૪૫:૧૬.
સિગારેટ છોડો, જીવન બચાવો! વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
લોકો કેમ સિગારેટ પીવે છે?
-
સિગારેટ પીવાથી કેવું નુકસાન થઈ શકે?
-
હુક્કો અને સિગારેટ પીવા કેમ ખોટું છે?—૨કો ૭:૧
-
તમે કઈ રીતે સિગારેટથી દૂર રહી શકો? કઈ રીતે એની આદત છોડી શકો?