સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીની શ્રદ્ધા વધારો

દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીની શ્રદ્ધા વધારો

ઈશ્વરને ખુશ કરવા બાઇબલ વિદ્યાર્થીઓએ પોતાની શ્રદ્ધા મજબૂત કરવી પડશે. (હિબ્રૂ ૧૧:૬) એ માટે આપણે તેઓની મદદ કરી શકીએ. દુઃખ જશે, સુખ આવશે પુસ્તક તૈયાર કરવાનો હેતુ એ જ છે. આ પુસ્તકમાં કોઈ વિષયને સમજાવવા અમુક ખાસ કલમો, દલીલો, અને અસરકારક સવાલો આપ્યાં છે. દિલને સ્પર્શી જાય એવા વીડિયો અને સુંદર ચિત્રો આપ્યાં છે. ઈશ્વરભક્ત જેવા ગુણો કેળવવા અને ઈશ્વર સાથે સારો સંબંધ બાંધવા આપણે વિદ્યાર્થીઓને મદદ કરીએ છીએ. એ જાણે એવું બાંધકામ છે જે આગમાં પણ ટકી રહે છે.​—૧કો ૩:૧૨-૧૫.

અમુક લોકોને લાગે છે કે તેઓ ઈશ્વરને જોઈ શકતા નથી, તો તેમના દોસ્ત કેવી રીતે બની શકે? એટલે આપણે એ રીતે શીખવવું જોઈએ કે તેઓ યહોવાને સારી રીતે ઓળખે અને તેમના પર શ્રદ્ધા મૂકે.

“દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકનો ઉપયોગ કરીને યહોવામાં શ્રદ્ધા વધારો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • આપણે કઈ રીતે કહી શકીએ કે અભ્યાસ ચલાવવા બહેને સારી તૈયારી કરી હતી?

  • યશાયા ૪૧:૧૦, ૧૩નો અર્થ વિદ્યાર્થી શું સમજ્યા છે, એ જાણવા બહેને કયા નાના નાના સવાલો પૂછ્યા?

  • વીડિયો અને બાઇબલ કલમોની વિદ્યાર્થી પર કેવી અસર થઈ?

ઘણા લોકો ઈસુના બલિદાનનો ખરો અર્થ સમજતા નથી. તેઓને ખબર નથી કે ઈશ્વરે તેઓ માટે પોતાના દીકરાનો જીવ આપી દીધો છે. (ગલા ૨:૨૦) એટલે લોકો ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકે માટે આપણે તેઓને મદદ કરવી જોઈએ.

“દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકનો ઉપયોગ કરીને ઈસુમાં શ્રદ્ધા વધારો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • આપણે કઈ રીતે કહી શકીએ કે અભ્યાસ ચલાવવા ભાઈએ સારી તૈયારી કરી હતી?

  • વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભાઈએ, “વધારે માહિતી” ભાગમાં આપેલા લેખનો કઈ રીતે ઉપયોગ કર્યો?

  • આપણે કેમ વિદ્યાર્થી માટે પ્રાર્થના કરવી જોઈએ?