સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

‘પ્રેમ ફુલાઈ જતો નથી’

‘પ્રેમ ફુલાઈ જતો નથી’

આપણામાં પ્રેમ હશે તો આપણે નમ્ર રહીશું. (૧કો ૧૩:૪) જો ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોઈશું, તો પોતાને તેઓ કરતાં ચઢિયાતા નહિ ગણીએ. આપણે તેઓની સારી બાબતો પર ધ્યાન આપીશું અને આપણી પાસે જે કોઈ આવડત હોય એનાથી તેઓને મદદ કરીશું. (ફિલિ ૨:૩, ૪) બીજાઓને પ્રેમ કરીશું તો યહોવા હંમેશાં આપણો ઉપયોગ કરતા રહેશે.

પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો​—ફૂલાઈ જતો નથી વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • આબ્શાલોમ પાસે એવી કઈ કઈ ભેટ હતી જે દરેક પાસે નથી હોતી?

  • તેણે કઈ રીતે એ ભેટનો ખોટો ઉપયોગ કર્યો?

  • ઘમંડી ન બની જઈએ માટે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?​—ગલા ૫:૨૬