યહોવાના સેવકો તરીકે આપણું જીવન
‘પ્રેમ બધાની આશા રાખે છે’
આપણે ભાઈ-બહેનોને સ્વાર્થ વગરનો પ્રેમ કરીએ છીએ, એટલે આશા રાખીએ છીએ કે તેઓ સારાં કામો કરશે. (૧કો ૧૩:૪, ૭) દાખલા તરીકે એક ભાઈ પાપ કરે તો વડીલ તેમને સુધારો કરવા સલાહ આપે છે. આપણે આશા રાખીએ છીએ કે તે ભાઈ વડીલની વાત માનશે અને આપણે સુધારો કરશે. શ્રદ્ધામાં નબળા લોકો સાથે આપણે ધીરજથી વર્તીએ છીએ અને તેઓને મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. (રોમ ૧૫:૧) જો કોઈ વ્યક્તિ મંડળ છોડી દે, તોપણ આપણે આશા રાખીએ છીએ કે તે જરૂર એક દિવસ પાછી આવશે.—લૂક ૧૫:૧૭, ૧૮.
પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો—બધાની આશા રાખે છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
આબ્નેર પહેલાં કોની તરફ હતા, પછી કોની તરફ થઈ ગયા?
-
આબ્નેરે વિનંતી કરી ત્યારે દાઉદે શું કર્યુ? યોઆબે શું કર્યુ?
-
આપણે કેમ આશા રાખવી જોઈએ કે ભાઈ-બહેનો સારાં કામો કરશે?