યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે અંધાધૂંધી કે તોફાનોનો સામનો કરવા તૈયાર છો?
આ દુનિયાનો અંત નજીક છે એટલે દિવસે દિવસે આતંકવાદ, તોફાનો અને યુદ્ધો વધતા જ જશે. (પ્રક ૬:૪) એ આફતોનો સામનો કરવા આપણે કઈ રીતે અત્યારથી તૈયાર થઈ શકીએ?
-
વફાદારી બતાવવાની તૈયારી રાખીએ: આફતોનો સામનો કરવા આપણે બાઇબલમાં આપેલા સિદ્ધાંતો અને બનાવો વિશે વાંચીએ. એમ કરવાથી યહોવા અને તેમનાં સંગઠન પર આપણો ભરોસો વધશે. કોઈનો પક્ષ ન લેવાની હિંમત પણ મળશે. (ની ૧૨:૫; jr-E ૧૨૫-૧૨૬ ¶૨૩-૨૪) સાથે સાથે મંડળમાં અત્યારથી જ સારા મિત્રો બનાવીએ.—૧પિ ૪:૭, ૮
-
જરૂરી ચીજવસ્તુઓ તૈયાર રાખીએ: ઘરમાં પૂરતા પ્રમાણમાં ખોરાક-પાણી અને જરૂરી સામાન રાખીએ, જેથી ઘરમાં પૂરાઈ રહેવું પડે તો ગુજરાન ચાલી શકે. એ પણ વિચારી રાખીએ કે ઘર છોડીને જવું પડે તો ક્યાં જઈશું. એક ઇમરજન્સી બેગ તૈયાર રાખીએ. એમાં ગ્લવ્ઝ, માસ્ક, જરૂરી ચીજવસ્તુઓ અને થોડા પૈસા રાખીએ, જેથી આફતના સમયે તરત લઈને નીકળી શકાય. થોડા થોડા સમયે જોતા રહીએ કે બેગમાં બધી વસ્તુઓ બરાબર છે કે નહિ. વડીલોને સરનામું અને ફોન નંબર આપી રાખીએ. તેઓનું સરનામું અને ફોન નંબર પણ લઈ રાખીએ જેથી એકબીજાનો સંપર્ક કરી શકાય.—યશા ૩૨:૨; g૧૭.૫-HI ૩-૭
તોફાનો ફાટી નીકળે ત્યારે પ્રાર્થના કરવાનું, બાઇબલ અભ્યાસ કરવાનું અને સભામાં જવાનું ચાલુ રાખીએ. (ફિલિ ૧:૧૦) સામાન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા ન રહીએ. જરૂર પડે તો જ પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ રહેવા જઈએ. (માથ ૧૦:૧૬) ખોરાક અને ચીજવસ્તુઓ બીજાઓને પણ આપીએ.—રોમ ૧૨:૧૩.
શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
આફતના સમયે યહોવા આપણને કઈ રીતે મદદ કરી શકે?
-
આફતોનો સામનો કરવા આપણે અત્યારથી જ કેવાં પગલાં ભરી શકીએ?
-
આફતનો ભોગ બનેલા લોકોને આપણે કેવી રીતે મદદ કરી શકીએ?