સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

હાલમાં બનેલી કોઈ ઘટના કે સમાચારથી વાત શરૂ કરીએ

હાલમાં બનેલી કોઈ ઘટના કે સમાચારથી વાત શરૂ કરીએ

ઈસુ તાજેતરની ઘટનાઓ વિશે વાત કરીને લોકોને શીખવતા હતા. (લૂક ૧૩:૧-૫) આપણે પણ હાલમાં બનેલી ઘટનાઓ વિશે જણાવીને રાજ્યના સંદેશા માટે લોકોનો રસ જગાડી શકીએ. જેમ કે મોંઘવારી, કુદરતી આફતો, અંધાધૂંધી, તોફાનો, ડ્રગ્સની લત અથવા બીજા કોઈ સમાચાર વિશે જણાવી શકીએ. કદાચ આવા સવાલો પણ પૂછી શકીએ: “તમને લાગે છે ક્યારેય . . . અંત આવશે?” અથવા “તમને શું લાગે છે, આ મુશ્કેલીઓનો હલ આવશે?” પછી એ વિષયને લગતી એક કલમ બતાવી શકીએ. જો વ્યક્તિ વધારે જાણવા માંગે તો શીખવવાનાં સાધનોમાંથી કોઈ વીડિયો બતાવી શકીએ કે સાહિત્ય આપી શકીએ. ચાલો આપણે ‘બધું જ ખુશખબર માટે કરીએ’ જેથી લોકોના દિલ સુધી પહોંચી શકીએ.—૧કો ૯:૨૨, ૨૩.

તમારા વિસ્તારમાં લોકોને કયા વિષયો પર વાત કરવી ગમે છે?