સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સત્યમાં ભેળસેળ કરતા લોકોથી દૂર રહીએ

સત્યમાં ભેળસેળ કરતા લોકોથી દૂર રહીએ

શેતાન અને તેને સાથ આપનારાઓ ઘણી વાર સત્યમાં જૂઠાણું ઉમેરે છે. એમ કરીને તેઓ આપણી શ્રદ્ધા નબળી પાડવા માંગે છે. (૨કો ૧૧:૩) દાખલા તરીકે, યહોવાના લોકોની હિંમત તોડવા આશ્શૂરીઓ જૂઠું બોલ્યા અને મારી-મચકોડીને વાતો રજૂ કરી. (૨કા ૩૨:૧૦-૧૫) સત્યમાં ભેળસેળ કરનારા લોકો આજે પણ એવી જ ચાલાકીઓ વાપરે છે. તેઓનાં શિક્ષણને આપણે કેવું ગણવું જોઈએ? ઝેર જેવું! તેઓએ લખેલું કંઈ પણ વાંચવું ન જોઈએ અને એનો જવાબ આપવો ન જોઈએ. તેઓની વાતો બીજાઓને પણ ન જણાવવી જોઈએ. જો કોઈ માહિતીથી યહોવા કે તેમના સંગઠન વિશે શંકા ઊભી થાય, તો તરત પારખી લો કે એ માહિતી સત્યમાં ભેળસેળ કરનારા લોકો તરફથી છે. તેમ જ, એવી માહિતીથી મોં ફેરવી લો.—યહૂ ૩, ૪.

“શ્રદ્ધા માટે સખત લડત આપતા રહો”—ઝલક વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ઇન્ટરનેટ પર વિચારોની આપ-લે કરતી વખતે કેમ સાવધ રહેવું જોઈએ?

  • રોમનો ૧૬:૧૭માં આપેલી સલાહ કઈ રીતે પાળી શકીએ?