યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે ઑડિયો બાઇબલ વાપરો છો?
ઑડિયો બાઇબલ એટલે શું? એ નવી દુનિયા ભાષાંતર બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ છે. એને ઘણી ભાષાઓમાં બહાર પાડવામાં આવી રહ્યું છે. જેમ જેમ એક પુસ્તકનું રેકોર્ડિંગ થતું જાય, તેમ તેમ એને બહાર પાડવામાં આવે છે. ઑડિયો બાઇબલની એક ખાસિયત છે કે, શક્ય હોય ત્યારે અલગ અલગ પાત્રો માટે અલગ અલગ ભાઈ-બહેનોના અવાજ વાપરવામાં આવે છે. બાઇબલનો સંદેશો ખીલી ઊઠે એ માટે યોગ્ય શબ્દો પર ભાર મૂકવામાં આવ્યો છે અને યોગ્ય લાગણીઓ સાથે વાંચવામાં આવ્યું છે.
ઑડિયો બાઇબલથી અમુકને કેવા ફાયદા થઈ રહ્યા છે? ઘણા એ રેકોર્ડિંગ નિયમિત સાંભળે છે, કેમ કે એ સાંભળવાથી તેઓને લાગે છે કે બાઇબલના અહેવાલો જાણે તેઓની આંખો સામે બની રહ્યા છે. એનાથી તેઓ અહેવાલને સાફ સાફ સમજી શકે છે. (ની ૪:૫) ઘણાને એવું લાગે છે કે જ્યારે તેઓ પર ચિંતાનાં વાદળો ઘેરાઈ જાય, ત્યારે ઑડિયો રેકોર્ડિંગ સાંભળવાથી તેઓનું મન શાંત પડે છે.—ગી ૯૪:૧૯.
ઈશ્વરની વાણી વાંચીને સંભળાવવામાં આવે છે ત્યારે, જીવનમાં યોગ્ય ફેરફારો કરવા મદદ મળે છે. (૨કા ૩૪:૧૯-૨૧) શું તમારી ભાષામાં આખા બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ અથવા એનાં અમુક પુસ્તકોનું રેકોર્ડિંગ છે? જો એમ હોય તો શું તમે એને નિયમિત સાંભળી શકો?
બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ—ઝલક વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:
ઑડિયો બાઇબલ વિશે તમને કઈ વાત બહુ ગમી?