યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પોતાને યહોવાની નજરે જુઓ
“યહોવા પોતાના લોકોથી રાજી થાય છે.” (ગી ૧૪૯:૪) આપણાથી ઘણી ભૂલો થાય છે. પણ યહોવા આપણા સારા ગુણો પર ધ્યાન આપે છે. તે એ પણ જુએ છે કે આપણામાં વધારે સારું કરવાની ક્ષમતા છે. પણ અમુક વાર આપણને પોતાના સારા ગુણો જોવા કદાચ અઘરું લાગે. લોકો આપણી કદર ન કરે અને ખરાબ રીતે વર્તે ત્યારે લાગી શકે કે આપણે કંઈ કામના નથી. કદાચ અગાઉ કરેલી ભૂલોને લીધે લાગી શકે કે યહોવા આપણને ક્યારેય પ્રેમ નહિ કરે. આવી લાગણીઓ થતી હોય તો આપણને શાનાથી મદદ મળી શકે?
યાદ રાખીએ કે માણસો જે નથી જોઈ શકતા, એ યહોવા જોઈ શકે છે. (૧શ ૧૬:૭) એનો અર્થ કે જે ગુણો આપણે પોતાનામાં ન જોઈ શકીએ, એને યહોવા જોઈ શકે છે. બાઇબલની મદદથી જાણી શકીએ છીએ કે યહોવા આપણને કેવા ગણે છે. બાઇબલમાં એવી ઘણી કલમો અને અહેવાલો છે, જેનાથી ખબર પડે છે કે યહોવા પોતાના ભક્તોને ખૂબ પ્રેમ કરે છે.
તમારા દિલને સમજાવો કે યહોવા તમને પ્રેમ કરે છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
યહોવા આપણને કેવા ગણે છે એ સમજવા એક દોડવીર અને તેના પિતાના દાખલામાંથી શું શીખવા મળે છે?
-
એક વ્યક્તિ ગંભીર પાપ કરે છે, પણ પછી તે યહોવા પાસે પાછા આવવા જરૂરી પગલાં ભરે છે. તે કઈ રીતે પોતાને ખાતરી કરાવી શકે કે યહોવા તેને પ્રેમ કરે છે?—૧યો ૩:૧૯, ૨૦
-
દાઉદ અને યહોશાફાટના અહેવાલ વાંચવાથી અને એના પર મનન કરવાથી ભાઈને કેવા ફાયદા થયા?