યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા—“અનાથોના પિતા”
દર વર્ષે ઘણા યુવાનો યહોવાના દોસ્ત બનવાનો નિર્ણય લે છે. (ગી ૧૧૦:૩) જો તમે પણ એવો નિર્ણય લીધો હોય, તો યાદ રાખો કે યહોવાને તમારી ઘણી ચિંતા છે. તે તમારી મુશ્કેલીઓ સમજે છે અને વચન આપે છે કે તે તમને મદદ કરશે. જો તમારાં મમ્મી કે પપ્પા એકલા હાથે તમારો ઉછેર કરતા હોય, તો બાઇબલના આ વચનથી તમને ઘણો દિલાસો મળશે: યહોવા “અનાથોના પિતા” છે. (ગી ૬૮:૫) ભલે તમારા ઘરના સંજોગો ગમે તેવા હોય, યહોવા તમને શીખવશે અને ભક્તિમાં મજબૂત થવા મદદ કરશે.—૧પિ ૫:૧૦.
શ્રદ્ધામાં અડગ—જેઓનો ઉછેર માતાએ કે પિતાએ કર્યો છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
ટેમી, ચાર્લ્સ અને જીમીના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?
-
જે બાળકોનો ઉછેર મમ્મી કે પપ્પા એકલા હાથે કરી રહ્યા છે, તેઓને ગીતશાસ્ત્ર ૨૭:૧૦માંથી કઈ ખાતરી મળે છે?