યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે મંદીનો સામનો કરવા તૈયાર છો?
અમુક બનાવોને લીધે દુનિયાના દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. એ જોઈને આપણને નવાઈ નથી લાગતી. કેમ કે આપણે છેલ્લા દિવસોના પણ અંત ભાગમાં જીવી રહ્યા છીએ. બીજું કે, બાઇબલમાં ચેતવણી આપી છે કે આપણે ‘પોતાની આશા ધનદોલત પર ન મૂકીએ, જે આજે છે અને કાલે નથી.’ (૧તિ ૬:૧૭; ૨તિ ૩:૧) આપણે મંદીનો સામનો કરવા કેવી રીતે તૈયાર રહી શકીએ? ચાલો એ વિશે યહોશાફાટ રાજા પાસેથી શીખીએ.
જ્યારે દુશ્મનોએ યહૂદા પર હુમલો કરવાની ધમકી આપી, ત્યારે યહોશાફાટે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો. (૨કા ૨૦:૯-૧૨) એટલું જ નહિ, તેમણે અમુક પગલાં ભર્યાં. જેમ કે, તેમણે કોટવાળાં શહેરો બાંધ્યાં અને સૈનિકોની ચોકીઓ ઊભી કરી. (૨કા ૧૭:૧, ૨, ૧૨, ૧૩) યહોશાફાટની જેમ આપણે પણ યહોવા પર પૂરો ભરોસો રાખીએ અને અઘરા સંજોગોનો સામનો કરવા જરૂરી પગલાં ભરીએ.
શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
આફત માટે પહેલેથી તૈયાર રહેવા શું કરી શકીએ?
-
બીજાઓને મદદ કરવા આપણે કઈ રીતે તૈયાર રહી શકીએ?