સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂન ૧૭-૨૩

ગીત ૬ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. મોટી ભૂલ ન થાય એ માટે શું કરી શકો?

(૧૦ મિ.)

પોતાના પર વધારે પડતો ભરોસો ન રાખો. દરેક વ્યક્તિનું દિલ ખોટું કરવા તરફ ઢળેલું હોય છે (ગી ૫૧:૫; ૨કો ૧૧:૩)

એવાં કામો કરતા રહો, જેનાથી યહોવા સાથે સંબંધ મજબૂત રહે (ગી ૫૧:૬; ની ૪:૨૩; w૧૯.૦૧ ૧૫ ¶૪-૫)

ખોટાં વિચારો અને ઇચ્છાઓ સામે લડત આપો (ગી ૫૧:૧૦-૧૨; w૧૫ ૬/૧૫ ૧૪ ¶૫-૬)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૫૨:૨-૪—આ કલમોથી દોએગ વિશે શું જાણવા મળે છે? (it-1-E ૬૪૪)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૨ મિ.) જાહેરમાં પ્રચાર. (lmd પાઠ ૭ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૪ મુદ્દો ૪)

૬. ફરી મળવા જાઓ

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને જણાવો કે ઈશ્વરનું નામ શું છે. (lmd પાઠ ૯ મુદ્દો ૫)

૭. શિષ્યો બનાવો

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૫

૮. તમારી ભૂલોને સુધારવા શું કરી શકો?

(૧૫ મિ.) ચર્ચા.

ભલે ગમે એટલી કાળજી રાખીએ, આપણાથી ભૂલો થઈ જાય છે. (૧યો ૧:૮) ભૂલ થાય ત્યારે લાગી શકે કે એને સ્વીકારવાથી આપણે શરમથી નીચું જોવું પડશે અથવા સજા મળવાનો ડર લાગી શકે. પણ આપણે યહોવા પાસે માફી માંગતા અને તેમની મદદ લેતા જરાય અચકાવું ન જોઈએ. (૧યો ૧:૯) પોતાની ભૂલ સુધારવાનું સૌથી પહેલું પગલું છે, યહોવાને પ્રાર્થના કરવી.

ગીતશાસ્ત્ર ૫૧:૧, ૨, ૧૭ વાંચો. પછી પૂછો:

  • જો આપણાથી મોટી ભૂલ થઈ જાય, તો આપણે કેમ યહોવા પાસે મદદ માંગવી જોઈએ?

યુવાનીમાં થતી મૂંઝવણ—મારી ભૂલોને કઈ રીતે સુધારી શકું? વીડિયો બતાવો. પછી પૂછો:

  • થલીલા અને જોસ કેમ ભૂલો કરી બેઠાં?

  • પોતાની ભૂલો સુધારવા તેઓએ શું કર્યું?

  • એમ કરવાથી તેઓને કયા ફાયદા થયા?

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૫૪ અને પ્રાર્થના