મે ૨૦-૨૬
ગીતશાસ્ત્ર ૪૦-૪૧
ગીત ૪૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. આપણે કેમ બીજાઓને મદદ કરવી જોઈએ?
(૧૦ મિ.)
બીજાઓને મદદ કરીએ છીએ ત્યારે આપણને ખુશી મળે છે (ગી ૪૧:૧; w૧૮.૦૮ ૨૨ ¶૧૬-૧૮)
જેઓ બીજાઓને મદદ કરે છે, તેઓને યહોવા મદદ કરે છે (ગી ૪૧:૨-૪; w૧૫ ૧૨/૧૫ ૨૪ ¶૭)
બીજાઓને મદદ કરીએ છીએ ત્યારે યહોવાને મહિમા મળે છે (ગી ૪૧:૧૩; ની ૧૪:૩૧; w૧૭.૦૯ ૧૨ ¶૧૭)
પોતાને પૂછો: ‘શું મંડળમાં કોઈને JW લાઇબ્રેરી ઍપ વાપરવા મદદની જરૂર છે? શું હું તેમને મદદ કરી શકું?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ગી ૪૦:૫-૧૦—યહોવા વિશ્વના માલિક છે એ વાત સમજવા અને સ્વીકારવા વિશે દાઉદની પ્રાર્થનામાંથી શું શીખી શકીએ? (it-2-E ૧૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૪૦:૧-૧૭ (th અભ્યાસ ૧૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એવી વ્યક્તિ સાથે વાત શરૂ કરો, જે ખુશ દેખાય છે. (lmd પાઠ ૨ મુદ્દો ૩)
૫. વાત શરૂ કરો
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એવી વ્યક્તિ સાથે વાત શરૂ કરો, જે દુઃખી દેખાય છે. (lmd પાઠ ૩ મુદ્દો ૫)
૬. શિષ્યો બનાવો
(૫ મિ.) lff પાઠ ૧૪ મુદ્દો ૬. વિદ્યાર્થીને સભામાં જવાબ આપતા ડર લાગે છે. તેની સાથે “વધારે માહિતી”માં આપેલા આ લેખમાંથી કોઈ એક મુદ્દા પર ચર્ચા કરો: “સભામાં યહોવાની સ્તુતિ કરીએ.” (th અભ્યાસ ૧૯)
ગીત ૪
૭. વૃદ્ધ ભાઈ-બહેનોનું ભલું કરીએ
(૧૫ મિ.) ચર્ચા.
યહોવા અને આપણે બધાં મંડળનાં વૃદ્ધ ભાઈ-બહેનોની ખૂબ કદર કરીએ છીએ, કેમ કે તેઓ વફાદાર રહીને યહોવાની સેવા કરે છે. (હિબ્રૂ ૬:૧૦) તેઓએ વર્ષોથી ભાઈ-બહેનોને શીખવવા, અલગ અલગ કામ માટે તાલીમ આપવા અને ભાઈ-બહેનોની હિંમત વધારવા સખત મહેનત કરી છે. તેઓએ કદાચ તમને પણ જુદી જુદી રીતે મદદ કરી હશે. તેઓએ જે કર્યું છે અને હજી કરી રહ્યાં છે, એ માટે કદર બતાવવા તમે શું કરી શકો?
“આપણાં સાથી ભાઈ-બહેનોનું ભલું કરીએ” વીડિયો બતાવો. પછી પૂછો:
ભાઈ હોજીન કાંગ પાસેથી ભાઈ જીહૂનને શું શીખવા મળ્યું?
તમે કેમ મંડળનાં વૃદ્ધ ભાઈ-બહેનોને કીમતી ગણો છો?
ભલા સમરૂનીના ઉદાહરણથી તમને શું શીખવા મળ્યું?
ભાઈ હોજીનને મદદ કરવા ભાઈ જીહૂને બીજાં ભાઈ-બહેનોને બોલાવ્યાં, એનાથી શું ફાયદો થયો?
મંડળનાં વૃદ્ધ ભાઈ-બહેનોને શાની જરૂર છે, એના પર વિચાર કરીશું તો તેઓને મદદ કરવાની અલગ અલગ રીતો શોધી શકીશું. જો તમને ખબર પડે કે તેઓને મદદની જરૂર છે, તો વિચારો કે તમે શું કરી શકો.—યાકૂ ૨:૧૫, ૧૬.
ગલાતીઓ ૬:૧૦ વાંચો. પછી પૂછો:
તમે કઈ અલગ અલગ રીતે મંડળનાં વૃદ્ધ ‘ભાઈ-બહેનોનું ભલું કરી’ શકો?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૦ ¶૧-૪, પાન ૭૯ પરનું બૉક્સ