સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મે ૨૭–જૂન ૨

ગીતશાસ્ત્ર ૪૨-૪૪

મે ૨૭–જૂન ૨

ગીત ૨૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. યહોવા તરફથી મળતું માર્ગદર્શન પાળો

(૧૦ મિ.)

બીજાઓ સાથે મળીને યહોવાની ભક્તિ કરો. એ માટે બની શકે તો રૂબરૂ મળો (ગી ૪૨:૪, ૫; w૦૬ ૬/૧ ૭ ¶૪)

બાઇબલમાંથી અભ્યાસ કરતા પહેલાં પ્રાર્થના કરો (ગી ૪૨:૮; w૧૨-E ૧/૧૫ ૧૫ ¶૨)

તમે જે કંઈ કરો એ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે કરો (ગી ૪૩:૩)

યહોવા પાસેથી મળતું શિક્ષણ આપણને દુઃખ-તકલીફો સહેવા મદદ કરશે. તેમ જ, સમર્પણ વખતે જે વચન આપ્યું હતું એ નિભાવવા પણ મદદ કરશે.—૧પિ ૫:૧૦; w૧૬.૦૯ ૫ ¶૧૧-૧૨.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૪૨:૫—આપણે આ લેવી પાસેથી શું શીખી શકીએ? (w૦૯ ૧૧/૧ ૧૪ ¶૧૧-૧૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૫ મુદ્દો ૫)

૫. ફરી મળવા જાઓ

(૫ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને હવે પછીનું જાહેર પ્રવચન સાંભળવા આમંત્રણ આપો. પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (lmd પાઠ ૭ મુદ્દો ૫)

૬. ટૉક

(૩ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૪—વિષય: બધા લોકો એકદમ તંદુરસ્ત હશે. (th અભ્યાસ ૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૦

૭. કોર્સ કે કામ પસંદ કરતી વખતે સમજી-વિચારીને નિર્ણય લો

(૧૫ મિ.) ચર્ચા.

યુવાનો, સ્કૂલના ભણતર પછી તમે શું કરવાનું વિચારો છો? કદાચ તમે પહેલેથી નક્કી કરી લીધું હશે કે કઈ નોકરી કરશો, જેથી પાયોનિયરીંગ કરી શકો. અથવા એ માટે કદાચ તમે એવા કોઈ કોર્સ કરવાનું વિચારતા હો, જેનાથી તમે કોઈ આવડત કેળવી શકો અથવા ડિપ્લોમા કે સર્ટિફિકેટ મેળવી શકો. ખરેખર, તમારા જીવનની આ ઘડીઓ ખૂબ રોમાંચક હશે! પણ બની શકે કે હમણાં તમારા મનમાં ઘણી ગડમથલ ચાલતી હશે. તમારી સામે ઘણા બધા રસ્તાઓ હશે અથવા તમે કંઈક કરવાનું વિચારતા હશો, પણ બીજાઓ તમારાથી અલગ જ અપેક્ષા રાખતા હશે. એવામાં તમને ચિંતા થઈ શકે, પણ સમજી-વિચારીને નિર્ણય લેવા તમે શું કરી શકો?

માથ્થી ૬:૩૨, ૩૩ વાંચો. પછી પૂછો:

  • કોઈ કોર્સ કે કામ પસંદ કરતા પહેલાં ભક્તિને લગતા ધ્યેયો નક્કી કરવા કેમ ખૂબ જરૂરી છે?

  • મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને માથ્થી ૬:૩૨, ૩૩ની સલાહ પાળવા કઈ રીતે મદદ કરી શકે?—ગી ૭૮:૪-૭

નિર્ણય લેતી વખતે મનમાં ડોકિયું કરો, ‘શું હું એવું વિચારું છું કે પૈસા હશે તો જ મારું ભાવિ સુરક્ષિત હશે? શું હું મોટું નામ બનાવવા માંગું છું?’ (૧યો ૨:૧૫, ૧૭) યાદ રાખો કે જો એક વ્યક્તિ પાસે ઢગલો પૈસા હશે, તો તેના માટે ઈશ્વરનું રાજ્ય જીવનમાં પહેલા રાખવું મુશ્કેલ થઈ પડશે. (લૂક ૧૮:૨૪-૨૭) જો કોઈ વ્યક્તિ પુષ્કળ પૈસા કમાવા પાછળ દોટ મૂકશે, તો તેના માટે પોતાની શ્રદ્ધા મજબૂત કરવી અને યહોવાને ખુશ કરવા અઘરું બની જશે.—માથ ૬:૨૪; માર્ક ૮:૩૬.

કાયમ ન ટકનારી બાબતો પર ભરોસો ન મૂકો—ધનદોલત વીડિયો બતાવો. પછી પૂછો:

  •   સમજી-વિચારીને નિર્ણય લેવા નીતિવચનો ૨૩:૪, ૫ તમને કઈ રીતે મદદ કરી શકે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૫૧ અને પ્રાર્થના