સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મે ૬-૧૨

ગીત ૨૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “દુષ્ટ માણસોને લીધે ગુસ્સાથી તપી ન જા”

(૧૦ મિ.)

દુષ્ટોને લીધે આપણે સહેવું પડે છે (ગી ૩૬:૧-૪; w૧૭.૦૪ ૧૦ ¶૪)

‘દુષ્ટ માણસો’ માટે ખાર ભરી રાખવાથી પોતાને જ નુકસાન થાય છે (ગી ૩૭:૧, ૭, ૮; w૨૨.૦૬ ૧૦ ¶૧૦)

યહોવાનાં વચનોમાં ભરોસો રાખવાથી શાંતિ મળે છે (ગી ૩૭:૧૦, ૧૧; w૦૩ ૧૨/૧ ૧૪ ¶૨૦)

પોતાને પૂછો: ‘શું હું મારફાડ અને ખરાબ કામોના સમાચાર વધારે પડતા જોઉં છું? એના લીધે શું હું વધારે નિરાશ થઈ જઉં છું?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૩૬:૬—યહોવાની સચ્ચાઈ “ઊંચા પર્વતો [અથવા, “ઈશ્વરના પર્વતો,” ફૂટનોટ]” જેવી છે, એ શબ્દોથી ગીતશાસ્ત્રના લેખક શું કહેવા માંગતા હોય શકે? (it-2-E ૪૪૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એવી વ્યક્તિને બાઇબલ અભ્યાસ માટે પૂછો, જેણે અગાઉ અભ્યાસ માટે ના પાડી હતી. (lmd પાઠ ૯ મુદ્દો ૪)

૬. ટૉક

(૫ મિ.) w૧૪ ૯/૧૫ ૨૨—વિષય: શું યહોવાના કોઈ પણ ઈશ્વરભક્તને ક્યારેય ખોરાક-પાણીની અછત નહિ પડે? (ગી ૩૭:૨૫) (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૮

૭. શું તમે ‘આફતના સમય’ માટે તૈયાર છો?

(૧૫ મિ.) ચર્ચા.

કુદરતી આફતો અને માણસોએ સર્જેલી આફતોને લીધે દુનિયા ફરતે આપણાં ઘણાં ભાઈ-બહેનોએ પોતાનું ઘરબાર ગુમાવ્યું છે. એટલું જ નહિ, તેઓએ પોતાનાં સ્નેહીજનોને પણ ગુમાવ્યાં છે. (ગી ૯:૯, ૧૦) ગમે ત્યારે આપણા પર ‘આફત’ આવી શકે છે. એટલે એવી મુશ્કેલીઓ માટે પહેલેથી તૈયાર રહેવું જોઈએ.

આફતના સમયે કામ લાગે એવી ચીજવસ્તુઓ તૈયાર રાખવાની a સાથે સાથે આફતનો સામનો કરવા બીજું શું કરી શકાય?

  • પોતાનું મન તૈયાર કરો: યાદ રાખો કે આફતો ક્યારે પણ આવી શકે છે. એ આવી પડે ત્યારે તમે શું કરશો, એનો વિચાર કરો. પોતાની ચીજવસ્તુઓને વધારે પડતી વહાલી ન ગણો. આમ, તમને એ સમયે સમજી-વિચારીને પગલાં ભરવાં મદદ મળશે. તમે ચીજવસ્તુઓ બચાવવા વિશે નહિ, પણ પોતાનો અને બીજાઓનો જીવ બચાવવા વિશે વિચારી શકશો. (ઉત ૧૯:૧૬; ગી ૩૬:૯) તેમ જ, તમારે ચીજવસ્તુઓ ગુમાવવી પડે, તોપણ દુઃખમાં ગરક નહિ થઈ જાઓ.—ગી ૩૭:૧૯

  • યહોવા સાથેનો સંબંધ મજબૂત કરો: એ વાત પર ભરોસો મજબૂત કરો કે યહોવા તમારી સંભાળ રાખી શકે છે અને એમ કરવાની તેમની ઇચ્છા પણ છે. (ગી ૩૭:૧૮) પોતાને આ વાત યાદ અપાવતા રહો: ભલે આફતમાં બધી ચીજવસ્તુઓનો નાશ થઈ જાય અને ફક્ત ‘જીવ બચી જાય,’ તોપણ યહોવા પોતાના ભક્તોને દોરશે અને હંમેશાં તેઓને મદદ કરશે.—યર્મિ ૪૫:૫; ગી ૩૭:૨૩, ૨૪

યહોવા પોતાનાં વચનો ચોક્કસ નિભાવશે એવી ખાતરી રાખીએ છીએ ત્યારે, આપણે યહોવાને ‘આફતના સમયે મજબૂત કિલ્લો’ બનાવીએ છીએ.—ગી ૩૭:૩૯.

શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો? વીડિયો બતાવો. પછી પૂછો:

  • આફતના સમયે યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે?

  • આફત માટે હમણાંથી તૈયાર રહેવા શું કરી શકીએ?

  • આફતનો ભોગ બનેલા લોકોને કઈ રીતે મદદ કરી શકીએ?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૪૨ અને પ્રાર્થના