યહોવાના મંડપમાં કોણ નિવાસ કરશે?
ઈશ્વરનો મિત્ર, જે તેમના પર ભરોસો મૂકે છે અને તેમની વાતો પાળે છે, તે જ યહોવાના મંડપમાં નિવાસ કરશે. ગીતશાસ્ત્ર ૧૫માં જણાવવામાં આવ્યું છે કે મિત્ર પાસેથી યહોવા કેવી અપેક્ષા રાખે છે.
યહોવાના મંડપમાં નિવાસ કરનાર આવો હોવો જોઈએ:
-
પ્રમાણિક
-
પોતાના હૃદયમાં સત્ય બોલનાર
-
યહોવાના ભક્તોને માન આપનાર
-
મુશ્કેલીમાં પણ પોતાનું બોલેલું પાળનાર
-
જરૂર છે તેઓને મદદ કરીને પાછું મેળવવાની અપેક્ષા ન રાખનાર
યહોવાના મંડપમાં નિવાસ કરનાર આવો ન હોવો જોઈએ:
-
કૂથલી અને નિંદા કરનાર
-
પડોશીનું બૂરું ઇચ્છનાર
-
યહોવાના ભક્તોનો ફાયદો ઉઠાવનાર
-
યહોવાની આજ્ઞાઓ ન પાળનારની સાથે દોસ્તી રાખનાર
-
લાંચ લેનાર