યહોવાના સેવકો તરીકે આપણું જીવન
કઈ રીતે JW લાઇબ્રેરી વાપરવી
અભ્યાસમાં:
-
બાઇબલ અને દરરોજનું શાસ્ત્રવચન વાંચો
-
યરબુક, મૅગેઝિન અને બીજું સાહિત્ય વાંચો. બુકમાર્ક ફિચર વાપરો
-
મંડળની સભાઓની તૈયારી કરો અને જવાબો હાઇલાઇટ કરો
-
વીડિયો જુઓ
સભામાં:
-
વક્તાએ જણાવેલી કલમો જુઓ. હિસ્ટ્રી ફિચર વાપરીને અગાઉની કલમો પાછી જુઓ
-
છાપેલું અલગ અલગ સાહિત્ય સભામાં લાવવાને બદલે તમારા ફોન કે ટેબમાં સભાના ભાગો જુઓ અને ગીતો ગાઓ. JW લાઇબ્રેરીમાં નવાં ગીતો છે, જે છાપેલી ગીત પુસ્તિકામાં નથી
પ્રચારમાં:
-
રસ ધરાવનાર વ્યક્તિને JW લાઇબ્રેરીમાંથી કંઈક બતાવો અને પછી તેને એપ અને સાહિત્ય પોતાના ફોન કે ટેબમાં ડાઉનલોડ કરવા મદદ કરો
-
બાઇબલ કલમો શોધવા સર્ચ ફિચર વાપરો. કોઈ શબ્દ કે વાક્ય લખીને કલમ શોધો
-
વીડિયો બતાવો. જો ઘરમાલિકને બાળક હોય, તો યહોવાના દોસ્ત બનો વીડિયોમાંથી કોઈ એક બતાવી શકો. અથવા બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવીને બાઇબલ અભ્યાસ કરવા ઉત્તેજન આપો. બીજી ભાષા બોલતી વ્યક્તિને તેની ભાષામાં વીડિયો બતાવો
-
તમે પહેલેથી ડાઉનલોડ કરેલી ભાષામાં શાસ્ત્રવચન બતાવો. કલમ ખોલો પછી કલમ નંબર દબાવો અને એમાંથી બીજા ભાષાંતરનું ઓપ્શન દબાવો