મે ૨-૮
અયૂબ ૩૮-૪૨
ગીત ૧૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“બીજાઓ માટે પ્રાર્થના કરવાથી યહોવા ખુશ થાય છે”: (૧૦ મિ.)
અયૂ ૪૨:૭, ૮—યહોવા ચાહતા હતા કે અલીફાઝ, બિલ્દાદ અને સોફાર માટે અયૂબ પ્રાર્થના કરે (w૧૩ ૬/૧૫ ૨૧ ¶૧૭; w૯૮ ૫/૧ ૩૦ ¶૩-૬)
અયૂ ૪૨:૧૦—તેઓ માટે અયૂબે પ્રાર્થના કરી પછી, યહોવાએ તેમને પાછા તંદુરસ્ત કર્યા (w૯૮ ૫/૧ ૩૧ ¶૩)
અયૂ ૪૨:૧૦-૧૭—અયૂબે બતાવેલી શ્રદ્ધા અને ધીરજ માટે યહોવાએ પુષ્કળ આશીર્વાદ આપ્યા (w૯૪ ૧૧/૧ ૨૭ ¶૧૯-૨૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
અયૂ ૩૮:૪-૭—“પ્રભાતના તારાઓ” કોણ છે અને તેઓ વિશે આપણે શું જાણીએ છીએ? (bh ૯૬ ¶૩)
અયૂ ૪૨:૩-૫—આપણે કઈ રીતે અયૂબની જેમ ઈશ્વરના સામર્થ્યને જોઈ શકીએ? (w૧૫ ૧૦/૧૫ ૭ ¶૧૬-૧૭)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) અયૂ ૪૧:૧-૨૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. મોબાઇલ કે ટેબ્લેટ વાપરીને રજૂઆત વિશે ચર્ચા કરતી વખતે “કઈ રીતે JW લાઇબ્રેરી વાપરવી” લેખ પર ધ્યાન દોરો. ભાઈ-બહેનોને યાદ દેવડાવો કે દર મહિને પ્રચારમાં બતાવેલા વીડિયોની સંખ્યા રિપોર્ટમાં લખે. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવાનું ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૩
“શું તમે JW લાઇબ્રેરી વાપરો છો?”: (૧૫ મિ.) શરૂઆતમાં પાંચ મિનિટ લેખની ચર્ચા કરો. પછી, “JW લાઇબ્રેરી” વાપરવાનું શરૂ કરો વીડિયો બતાવીને થોડી ચર્ચા કરો. ત્યાર બાદ, સાહિત્યને ડાઉનલોડ અને મૅનેજ કરો તેમ જ, વાંચન પ્રમાણે ફેરફાર કરો વીડિયો બતાવીને ચર્ચા કરો. “કઈ રીતે JW લાઇબ્રેરી વાપરવી” લેખ મે ૧૬ના અઠવાડિયા દરમિયાન લેવામાં આવશે. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે એ પહેલાં JW લાઇબ્રેરી એપ અને સાહિત્ય ડાઉનલોડ કરે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧ ¶૧૦-૧૮, પા. ૧૫ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૭ અને પ્રાર્થના