યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે JW લાઇબ્રેરી વાપરો છો?
JW લાઇબ્રેરી ફ્રી એપ (સોફ્ટવેર એપ્લિકેશન) છે. એના દ્વારા તમે ફોન, ટેબ્લેટ કે કોમ્પ્યુટરમાં બાઇબલ અને બીજા સાહિત્ય, વીડિયો અને ઑડિયો ડાઉનલોડ કરી શકો છો.
કઈ રીતે મેળવવી: ઓનલાઇન જઈને એપ સ્ટોરમાંથી JW લાઇબ્રેરી એપ ડાઉનલોડ કરો. આ એપ અલગ અલગ ડિવાઇસ માટે છે. સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઇન્ટરનેટ ચાલુ કરીને એપમાં સાહિત્ય પસંદ કરો. ઘરે ઇન્ટરનેટ ન હોય તો, રાજ્યગૃહ, લાઇબ્રેરી કે કૉફી શોપમાં જઈને ડાઉનલોડ કરી શકો. એક વાર સાહિત્ય ડાઉનલોડ થઈ જાય પછી, એ વાપરવા ઇન્ટરનેટની જરૂર નથી. JW લાઇબ્રેરીમાં નિયમિત રીતે નવા ફિચર્સ ઉમેરવામાં આવે છે. એટલે તમારે સમયે સમયે ઇન્ટરનેટ ચાલુ કરવું પડશે અને એપ અપડેટ પ્રાપ્ય હોય ત્યારે, એ અપડેટ કરવી પડશે.
કેમ એ રાખવી જોઈએ? JW લાઇબ્રેરી એપથી વ્યક્તિગત અભ્યાસમાં અને મંડળની સભામાં ઘણી મદદ મળે છે. એ પ્રચારમાં પણ ઉપયોગી છે, ખાસ કરીને તક મળે ત્યાં પ્રચાર કરતી વખતે લોકોને સંદેશો જણાવી શકાય છે.