સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧-૧૦

યહોવા સાથે શાંતિ સ્થાપવા, તેમના દીકરા ઈસુને માન આપવું જરૂરી છે

યહોવા સાથે શાંતિ સ્થાપવા, તેમના દીકરા ઈસુને માન આપવું જરૂરી છે

યહોવા અને ઈસુનો વિરોધ થશે એવી ભવિષ્યવાણી

૨:૧-૩

  • ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, પ્રજાઓ ઈસુનો અધિકાર સ્વીકારશે નહિ પણ પોતાની સત્તાને વળગી રહેશે

  • આ ભવિષ્યવાણી ઈસુના સમયમાં પૂરી થઈ અને આજે મોટા પાયે પૂરી થઈ રહી છે

  • ગીતકર્તા જણાવે છે કે લોકો વ્યર્થ વાતોની કલ્પના કરે છે, એટલે કે તેઓના હેતુ નકામા છે અને એ નિષ્ફળ જશે

યહોવાએ પસંદ કરેલા રાજાને માન આપનાર જ જીવન મેળવશે

૨:૮-૧૨

  • મસીહ રાજાનો નકાર કરનાર બધાનો નાશ થશે

  • દીકરા ઈસુને માન આપવાથી શાંતિ અને સલામતી મળી શકે છે